તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિંબાયતના ગોડાદરામાં સોસાયટીના ગેટ પાસેથી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીના ગેટ સામે જ મહિલાના ગળામાંથી ચેઈનની ચોરી કરાઈ હતી. - Divya Bhaskar
સોસાયટીના ગેટ સામે જ મહિલાના ગળામાંથી ચેઈનની ચોરી કરાઈ હતી.
  • મહિલાના ગળામાંથી 80 હજારની ચેઈન લૂંટાઈ
  • બાઈક પર આવેલા સ્નેચરોએ લૂંટ ચલાવી

સુરતઃ લિંબાયતના ગોડાદરા ધ્રુવ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી અજાણ્યા બાઈક ચાલકોએ મહિલાના ગળામાંથી રૂ.80 હજારની મત્તાની સોનાની ચેઈનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા.બનાવ સંદર્ભે લિંબાયત પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચેઈન લૂંટી લૂંટારૂ ફરાર
શહેરના ગોડાદરા સ્થિત શ્રી એવન્યુ ન્યુ એસએમસી ગાર્ડન સામે શારદાબેન યોગેશભાઈ સીસારા રહે છે.દરમિયાન તેઓ કોઈ કામ અર્થે લિંબાયતના ધ્રુવ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બાઈક આવેલા અજાણ્યા બે પૈકી પાછળ બેસેલા ઈસમે શારદાબેન કઈ પણ સમજે તે પહેલા તેમના ગળામાં પહેલ રૂ. 80 હજારની મત્તાની સોનાની ચેઈનની ચીલઝડપ કરી ધુમ સ્ટાઈલે ત્યાંથી ફરાર થઈ ગયા હતા.બનાવ સંદર્ભે શારદાબેનની ફરીયાદના આધારે લિંબાયત પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 

અન્ય સમાચારો પણ છે...