તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વાઇરસના ભય વચ્ચે સોસાયટીઓમાં ધૂળેટીની રંગ અને ફુલોથી ઉજવણી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધૂળેટીના તહેવાર નિમિતે યુવાનોએ એકબીજાને રંગબેરંગી કલરથી રંગ્યા
  • રાગ, દ્વેષ અને બુરાઈ ભુલીને ઉદાસીનો રંગ હટાવીને નવો રંગો પુર્યા

સુરતઃ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના કલરફૂલ તહેવાર હોળીની ઉજવણીમાં સુરતીઓ પાછળ રહ્યાં નથી. સુરતી યુવાનોએ હોળીના રંગોને એકબીજાના ચહેરા પર લગાવીને ચહેરાઓને ચમકાવી દીધા હતાં. તથા જૂના રાગ, દ્વેષ અને બુરાઈ ભુલીને એક મેકના ચહેરા પર ઉદાસીનો રંગ હટાવીને નવો રંગો પુર્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના ભય વચ્ચે મોટાભાગે લોકોએ સોસાયટીમાં રંગ અને ફુલોથી ધૂળેટીની ઉજવણી કરી હતી.

ઠેર ઠેર હોળીની ઉજવણી
ઘર, મોહલ્લા અને શેરીઓ સહિત સોસાયટી અને રસ્તા પર પરિચિતોએ એકબીજાના ચહેરા પર હોળીના રંગો લગાવીને સમગ્ર વર્ષ દરમિયાન એક જ રંગમાં દેખાતા ચહેરાઓને અનેક રંગોથી રંગી નાખ્યાં હતાં. બીજી તરફ યુવાનોએ એકસાથે મળીને પણ હોળીની ઉજવણી કરી હતી. અને ચહેરાઓ પર નેચરલ કલર નાખ્યાં હતાં. સાથે સાથે હોળીની ઉજવણી માટે શહેરમાં અનેક વિધ આયોજન પણ કરવામાં આવ્યાં હતાં. જોકે, કોરોના વાઈરસના પગલે આ વર્ષે ઘણા કાર્યક્રમો રદ્દ પણ કરવામાં આવ્યો છે.

યુવાનોની સાથે વૃદ્ધો પણ રંગે રંગાયા
બાળકો સવારથી જ છત અને શેરી મોહલ્લામાં કલરફૂલ પાણીની પીચકારીથી પહોંચી ગયા હતાં. નાની એવી આર્મીના સ્વરૂપમાં ફરતાં બાળકોએ એકમેકને રંગવાની સાથે સાથે કલરભરેલા પાણીની કોથળીઓથી છત પર પહોંચીને નીચે પસાર થતાં લોકો પર પાણી બોમ્બ છોડતાં હતાં. જેથી નીચેથી પસાર થનારો વ્યક્તિ રંગીન બોમ્બથી કલરફૂલ બની જતો હતો. હોળીના તહેવારમાં ન માત્ર યુવાનો જ પરંતુ અબાલ વૃધ્ધ સૌ કોઈ એક સરખા રંગથી રંગાઈ જતાં હતાં.

ખેતી માટે વર્ષ સારું રહેશે
ભડલી વાક્યો પ્રમાણે હોળીની જ્વાળાઓએ જે દિશા બતાવી છે. તેને લઈને જાણકારોનું કહેવું છે કે આગામી વર્ષે વરસાદ સારા રહેશે. સારા વરસાદ ખેતી માટે લાભદાયી નિવડશે. જેથી ખેતીપ્રધાન દેશમાં હોળીની જ્વાળાઓએ સારી નિશાની આપતાં ખેડૂતોમાં પણ સારા પાકને લઈને ઉત્સાહમાં બમણો વધારો થયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો