શહેર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા વેલેન્ટાઇન ડેની ઉજવણી, રોડ પર પેઈન્ટીંગ, લાઈવ મ્યુઝિક, ઝુમ્બા જેવી કૃતિ રજૂ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડુમસ રોડ પર બિગ બજારથી લઈને રાહુલ રાજ મોલ સુધી કાર્યક્રમ યોજાયો
  • નાના-મોટા પુરૂષો-મહિલાઓ બાળકો તમામ લોકોએ મનમૂકીને મજા માણી

સુરતઃ આજે 14 ફેબ્રુઆરી આજના દિવસને પ્રેમનો એકરાર કરવાનો દિવસ કહેવામાં આવે છે. ત્યારે સુરતમાં આજના દિવસે અનેરી અને અનોખી ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી નાના મોટા અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડુમસ રોડ પર બિગ બજારથી લઈને રાહુલ રાજ મોલ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેઈન્ટીંગ, લાઈવ મ્યુઝિક, ઝાંખીઓ, ફુડ, ઝુમ્બા જેવી એક્ટિવીટી યોજવામાં આવી હતી.

શહેરને પ્રેમ કરે તે અંગે જાગૃતતા માટે કાર્યક્રમ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સુરતીઓ પોતાના શહેરને પ્રેમ કરે તે અંગે જાગૃતતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ રોડ પર બિગ બજારથી લઈને રાહુલ રાજ મોલ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પેઈન્ટીંગ, લાઈવ મ્યુઝિક, ઝાંખીઓ, ફુડ, ઝુમ્બા જેવી એક્ટિવીટી યોજવામાં આવી હતી. જેમાં 15થી 20 જેટલી ઝાંખીઓ ઉપરાંત એસએમસી કચરા ગાડી, વર્કર, ચાર્ટડ સાઈકલ જેવી ઝાંખીઓ જોવા મળી હતી. સુરતનું જમણ અને કાશીનું મરણ બેનર હેઠળ વિવિધ ફુડ આઈટમો પણ સુરતીઓએ ટેસ્ટ કરી હતી. હમ ભી હે સુરતી બેનર હેઠળ પેટ કોર્નર રખાયો હતો. જેમાં સુરતીઓ પોતાના પેટ્સને લાવ્યા હતા. આ ઉપરાંત હાથી, ઘોડા અને ઉંટની સવારીની મજા પણ માણી હતી. 

મહિલાઓના એક જૂથે લેઝિમ ડાન્સ કર્યો
આ કાર્યક્રમમાં કોઈ જગ્યા પર યોગ તો કોઈ જગ્યા ડાન્સ તો કોઈ જગ્યાએ ઝુમ્બા ડાન્સ કરી લોકો શારીરિક કસરત સાથે ઉજવણી કરી હતી. જોકે, લોકોને પોતાના પ્રાચીન રમત યાદ કરે અને રામે તે માટે અલગ અલગ રમતનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. લોકો બીજાને પ્રેમ કરતા પહેલાં પોતાને અને પોતાની જાત સાથે પહેલા પ્રેમ કરવાનું શીખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છોકરા-છોકરીઓ જૂની રમતો રમ્યા હતા. જેમાં દોરડાં ખેચવાની સ્પર્ધા પણ થઈ હતી. મહિલાઓના એક જૂથે લેઝિમ ડાન્સ કરી અને મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી હતી. કાર્યક્રમમાં નાના-મોટા પુરૂષો-મહિલાઓ બાળકો તમામ લોકોએ મનમૂકીને મજા માણી હતી.