તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણા કેનાલ રોડ પર નગર પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક અને તેની પત્નીને કાર ચાલકે ઉડાવ્યા, પતિનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાબેથી મૃતક સંજયભાઈ વચ્ચે તેમનો એકનો એક દીકરો અને જમણે ઈજાગ્રસ્ત પત્નીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડાબેથી મૃતક સંજયભાઈ વચ્ચે તેમનો એકનો એક દીકરો અને જમણે ઈજાગ્રસ્ત પત્નીની ફાઈલ તસવીર
 • કાર ચાલકની કારમાં જ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
 • ઉત્તરાયણ પર્વને લઈને યોજાયેલા સ્નેહ મિલનમાંથી પરત ફરી રહ્યા હતા

સુરતઃ સરથાણા કેનાલ રોડ પર નગર પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક અને તેની પત્નીને કાર ચાલકે ઉડાવ્યા હતા. ત્યારબાદ રાહદારીઓએ કાર ચાલકને ઝડપી તેની જ કારમાં દંપતીને સારવાર અર્થે નજકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન નગર પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષકનું મોત નીપજ્યું છે.

પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા
મળતી માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ નજીક આવેલી કસ્તુરબા સોસાયટીમાં સંજયભાઈ ચિતરભાઈ ડાભી(ઉ.વ.34) પત્ની અને એક દીકરા સાથે રહેતા હતા. સંજયભાઈ નગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત રોજ બપોરે ઉત્તરાયણ પર્વને લઈને યોજાયેલા સ્કૂલ અને સ્વાધ્યાય પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળા સરથાણા કેનાલ રોડ પર રોડ બાજુએ બાઈક લઈને ઉભા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં સંજયભાઈ અને તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પતિનું સારવાર દરમિયાન મોત
અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને રાહદારીઓએ કાર ચાલકને ઝડપી પાડી તેની જ કારમાં પતિ-પત્નીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે સંજયભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈ પત્નીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, દંપતીના એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સંજયભાઈના મોતના પગલે પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો