યુવાન પરિણીતાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાના ગુનામાં અલથાણના બિઝનેસમેનની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાની ઇચ્છા ન હોવા છતાં ફોન પર વાત કરવા દબાણ કરતો હતો
  • માનસિક ત્રાસ આપી બદનામ કરવાની પણ ધમકી આપતો હતો

સુરત: ઈન્ટીરીયર ડિઝાઇનીંગના બિઝનેસ સાથે સંકળાયેલા અલથાણના હનુમાન સુથારની આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી છે. મહિના પહેલા અલથાણની યુવાન પરિણીતાએ ફાંસો ખાધો  હતો. બનાવ અંગે ખટોદરા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને મૃતક મહિલાના નજીકના સંબધીની ધરપકડ કરી છે. 

ઘટના શું હતી?
ગત 29મી ઓગસ્ટના રોજ ભીમરાડમાં રહેતી યુવાન પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે મહિલાની પોલીસે કોલ ડિટેઇલ્સની તપાસમાં ખુલાસો થયો હતો કે, મહિલાનો નજીકનો સંબંધી હનુમાન સુથાર  છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મહિલાની ઇચ્છા ન હોવા છતાં તેને ફોન ઉપર વાત કરવા દબાણ કરતો હતો. વાત ન કરે તો માનસિક ત્રાસ આપી બદનામ કરવાની પણ ધમકી આપતો હતો.

ધરપકડ કરાઈ
પોલીસે મહિલાના ભાઈની ફરિયાદ લઈને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી હનુમાન સુથાર(રહે,આશીર્વાદ કુંજ, અલથાણ ગાર્ડન પાસે,અલથાણ)ની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ બી. પી. પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...