• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Brain dead youth organ donate and give six to new life, heart reached in 70 minute from surat to mumbai 269 KM distance

સુરત / બ્રેનડેડ યુવકના અંગદાનથી 6ને નવજીવન, 269 કિમીનું અંતર 70 મિનિટમાં કાપીને મુંબઈમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું

પરિવારની સંમતિથી અંગોનું દાન કરાયું

  • યુવક બીઆરટીએસ બસની અટફેટે આવતા બ્રેનડેડ જાહેર કરાયો હતો
  • બ્રેનડેડ યુવકના હૃદય , કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યા
  • સુરતમાંથી અત્યાર સુધીમાં 24માં હૃદયનું દાન કરવામાં આવ્યું

Divyabhaskar.com

Nov 03, 2019, 03:59 PM IST

સુરતઃ 29મી ઓક્ટોબરના રોજ બીઆરટીએસ બસની અડફેટે આવી બ્રેનડેડ જાહેર થયેલા 22 વર્ષીય યુવકના અંગોના દાનથી 6ને નવજીવન આપી માનવતા મહેકાવી છે. જ્યારે હૃદયનું દાન મુંબઈ ખાતે 40 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, 269 કિમીનું અંતર માત્ર 70 મિનિટમાં કાપીને હૃદયને મુંબઈ પહોંચાડવામાં આવ્યું હતું.

માથામાં ગંભીર ઈજા થતા બ્રેનડેડ જાહેર કરાયો હતો

ગત 29મીના રોજ પીપલોદમાં આવેલી શ્રીરામ વિલામાં રહેતો સુરજ બાબુભાઈ બહેરા(ઉ.વ.22) લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયન પાસે રસ્તો ક્રોસ કરતા બીઆરટીએસ બસની અડફેટે ચડ્યો હતો. માથામાં ગંભીર ઈજાના કારણે બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતા સુરજના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો અને સોજો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન 1 નવેમ્બરના રોજ સુરજને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

પરિવારની સંમતિથી અંગોનું દાન કરાયું

યુવક બ્રેનડેડ જાહેર કરાતા ડોનેટ લાઈફની ટીમ પહોંચી હતી અને અંગદાન અંગે પરિવારને માહિતી આપી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે સામાન્ય પરિવારના માણસો છીએ. જીવનમાં અમે કોઈપણ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. અમારો દીકરો બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેના અંગોના દાન થકી કિડની, લિવર, હૃદય નિષ્ફળતાના દર્દીઓને આપી અમારો પુત્ર પાંચ-સાત વ્યક્તિઓમાં જીવિત રહેશે તેનો અમને સવિશેષ આનંદ છે. પરિવારની સંમતિ મળ્યા બાદ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યા હતા.

70 મિનિટમાં હૃદય સુરતથી મુંબઈ પહોંચાડાયું

દાન કરાયેલા અંગો પૈકી હૃદયને મુંબઈ મોકલવામાં આવ્યું હતું. સુરતથી ગ્રીન કોરિડોરમાં એરપોર્ટ અને એરપોર્ટથી મુંબઈ ત્યારબાદ મુંબઈ એરપોર્ટથી ગ્રીન કોરિડોરમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. સુરતમાંથી આ 24માં હૃદયનું દાન કરવામાં આવ્યું હતું અને 269 કિમીની રસ્તો માત્ર 70 મિનિટમાં કાપી મુંબઈની હોસ્પિટલમાં સુરતની 40 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

709 લોકોને અંગોના દાનથી નવજીવન મળ્યું

સુરતમાંથી અત્યાર સુધીમાં 24 હૃદયના દાન કરવામાં આવ્યા છે. જેમાંથી 18 મુંબઈ, 3 અમદાવાદ, 1 ચેન્નઈ, 1 ઈન્દોર, 1 હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યા છે. જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી 347 કિડની, 139 લિવર, 7 પેન્ક્રીઆસ, 24 હૃદય, 4 ફેફસા અને 252 ચક્ષુઓ દાન મેળવીને 709 લોકોને નવજીવન અને રોશની આપવામાં આવી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી