પ્રથમ નોરતે જ એક હજારથી વધુ ફોર વ્હીલ અને 2 હજાર ટૂ-વ્હીલ્સનું બુકિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટુ વ્હીલર શો રૂમ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ટુ વ્હીલર શો રૂમ - ફાઇલ તસવીર
  • લકઝુરિયસ ગાડીઓ માટે 25 ટકા જેટલું બુકિંગ થયું
  • ગયા વર્ષની તુલનાએ ઓટોમોબાઇલ્સમાં 15%નો ઉછાળો

સુરતઃ કોણ કહે છે, ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી છે. શહેરના ઓટો ડીલર્સને પ્રથમ નોરતે ટુ-વ્હીલર, ફોર વ્હીલર્સની સ્પોર્ટસ વ્હીકલ સેગમેન્ટમાં પણ સારા પ્રમાણમાં વેપાર મળ્યો છે. પાછલા વર્ષની સરખાણમીએ 15 ટકાનો ગ્રોથ છે.  ઓટોમોબાઈલના અગ્રણી ડીલર્સ મુજબ આ વખતે પ્રથમ નોરતે જ 1000થી વધુ ફોર વ્હીલ્સ અને 2000થી વધુ ટુ-વ્હીલ્સનું બુકિંગ આઠમ અને દશેરા માટે થઈ ગયું છે.

સુરતમાં 550 જેટલી બ્રાંડ કારનું બુકિંગ
શહેરના અગ્રણી ઓટો બ્રાંડ જેડીજેઓના વિશ્વજીત જાડેજા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, તેમની ટાટા, મહેન્દ્રા, ફોર્ડ અને નિશાન જેવી બ્રાંડ મળીને જ 550 જેટલી કારનું બુકિંગ થઈ ચૂક્યું છે. પાછલા વર્ષની સરખાણીએ ઓટોમોબાઈલ્સમાં ગ્રોથ છે, જેવો ગ્રોથ જોઈએ છે તેવો તો નથી પણ તેને સિંગલ ડીજીટમાં આંકી શકાય તેમ છે. 

50 જેટલી સ્પોર્ટસ બાઈક્સનું બુકિંગ
ધર્મરાજ સુઝુકીના રાજેશ શાહના જણાવ્યાનુસાર, પ્રથમ નોરતે 150 જેટલી ટુ વ્હીલ્સ માટે બુકિંગ મળ્યું છે, 50 જેટલી સ્પોર્ટસ બાઇક્સનું પણ બુકિંગ સુઝુકીમાં થયું છે. નામ નહીં આપવાની શરતે લક્ઝુરીયસ બ્રાંડના મેનેજરે જણાવ્યું હતું કે, જ્યાં આખા મહિનામાં માંડ 40 ગાડીઓ સાઉથ ગુજરાતમાં વેચાણ થતી હોઈ ત્યાં નવરાત્રિમાં અત્યાર સુધી 25 ટકા બુકિંગ આવી ચૂક્યું છે. 

અન્ય સમાચારો પણ છે...