Body of young man found in Tapi river, badly cut marks found on body
સુરત / તાપી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન મળ્યા
પ્રતિકાત્મક તસવીર
હત્યા કરી યુવાનને ફેંકી દેવાયો હોવાની આશંકા
પોલીસ દ્વારા યુવકની ઓળખની દિશામાં તપાસ
Divyabhaskar.com
Oct 10, 2019, 01:20 PM IST
સુરતઃ અડાજણ તાપી નદીમાંથી મળી આવેલા મૃતદેહના શરીર પર અનેક ઘા મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અડાજણ પોલીસે રાત્રે અજાણ્યા ઇસમનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂક્યો હતો. આજે પોસ્ટ મોર્ટમ પહેલાં શરીરની તબીબી તપાસમાં અજાણ્યા ઇસમને ગાલ, હોઠ, બરડા અને ગળા નીચે ઘા મરાયા હોવાનું બહાર આવતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાની દિશામાં પોલીસે કામગીરી શરૂ કરી છે. હાલ તો પોલીસ દ્વારા યુવકની ઓળખની દિશામાં તપાસ કરી રહી છે અને શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘાના પગલે હત્યા કરી ફેંકી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.