મહિલાને બ્લેકમેઈલ કરી યુવકે કહ્યું, હું મારી પત્નીને મારી નાખી તને મારી પત્ની તરીકે રાખીશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ્લેકમેઈલ કરી 30 લાખ રૂપિયાની માંગણી કરી
  • બાળકો અને પતિને મારી નાખવાની ધમકી આપી
  • અશ્લીલ વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી

સુરતઃ ઓરિસ્સાથી સુરત ખાતે રોજગારી અર્થે દેલાડ ગામે આવીને રહેલા પરિવારની મહિલાને વતનના ગામનો ઓળખતો પરણીત યુવાને વિશ્વાસમાં લઈને ભગવાનના પ્રસાદના લાડુમાં ઘેનયુક્ત પદાર્થ ખવડાવ્યું હતું. પરણીત મહિલા બેભાન થઇ જતા તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં  પરણિતાના નગ્ન અને અશ્લીલ વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરવાની ચોંકાવનારી ઘટનામાં યુવાન વિરુધ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં યુવકે બ્લેકમેઈલ કરી મહિલાને કહ્યું હતું કે, હું મારી પત્નીને મારી નાખી તને મારી પત્ની તરીકે રાખીશ.

પ્રસાદના લાડુંમાં કેફી પદાર્થ ખવડાવ્યો પછી દુષ્કર્મ આચર્યું
મૂળ ઓરીસ્સા અને રોજગારી માટે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે એક દંપતી આવ્યું હતું. આ પરિવારની સુશિલા (પાત્રનું નામ બદલેલ છે) તેના પતિ અને બાળકો સાથે રહે છે.  ઓરીસ્સાના પાતપુર ગામનો વતની સુશાંત પ્રફુલ પરીડાએ ક્યારે ક્યારે સુશિલાનાં ઘરે આવી વાતચીત કરતો હતો.  26મી મે 2018ના રોજ  સુશિલાનો પતિ નોકરી પર ગયેલ હોય તે ઘરે એકલી હતી. ત્યારે સુશાંત પરીડા આવી ભગવાનનો પ્રસાદ હોવાનું જણાવી મીઠા લાડુ ખાવા આપતા તે ઓળખીતો હોવાથી વિશ્વાશમાં આવીને લાડુ ખાતા જ ચક્કર ખાઈને બેભાન થઇ ગઇ હતી. યુવકે તેનો લાભ ઉઠાવી સુશિલાને સંપૂર્ણ નગ્ન કરી શરીરના ફોટા પાડી દુષ્કર્મ આચરેલ જે બાબત તે હોશમાં આવતા તેને ખબર પડી હતી.

અશ્લીલ વીડિયો ફેસબુક પર વાઈરલ કરવાનું કહ્યું
ફરીવાર બીજા દિવસે સુશિલાનાં ઘરે આવી સુશાંત પરીડાએ સુશિલાને બેભાન કર્યા બાદ તેના નગ્ન શરીરના અને સંભોગ કરતા પાડેલા ફોટા તેના મોબાઈલમાં બતાવ્યા હતા અને કહ્યું હતું કે, હું મારી પત્નીને મારી નાખી તને હંમેશ માટે મારી પત્ની તરીકે રાખીશ. તથા જો તું મારી ઈચ્છા પ્રમાણે શરીર સંબંધ નહીં રાખે તો અશ્લીલ વીડિયો ફેસબુક પર વાઈરલ કરવાનું કહીં બ્લેકમેઇલ કરી પરણિતાની ઈચ્છા વિરુધ્ધ સતત એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. સુશિલાએ સુશાંતને અનૈતિક શરીર સંબંધ ન રાખવા અનુરોધ કરતા શારીરિક અને માનસિક ત્રાસ આપવા સાથે કહેતો કે હું જે પ્રમાણે કહું છું તે પ્રમાણે તું નહી કરે તો તારા બે છોકરા તથા તારા પતિને જાનથી મારી નાખીશ. જ્યાં સુધી 30 લાખ રૂપિયા નહી આપે ત્યાં સુધી તારા વીડિયો મારી પાસે રાખીશ. પૈસા આપતા હું વીડિયો કાઢી નાખીશ એવી ધમકી આપતો હતો. 

એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
સુશાંત પરીડાએ સુશિલા સાથે ખોટું કરી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવા સાથે મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરવા સાથે બ્લેકમેઇલ કરી રૂપિયા 30 લાખની માંગણી કરી હેરાનગતી કરતા તે પરિવાર સાથે પોતાના વતન ઓરિસ્સા ચાલીગઇ હતી. તેની સાથે બનેલી ઘટના બાબતે તેના પરિવારજનોને માહિતગાર કરતા આખરે સુશાંત પરીડા વિરુધ્ધ પુરુષોતમપુર પોલીસ સ્ટેશન જી-ગંજામ ઓરિસ્સાનાં ખાતે તા. 25મી મે 2019ના રોજ અરજી આપેલ તે અરજી પોલીસ અધિક્ષક સુરત જીલ્લા ગ્રામ્યને ટ્રાન્સફર કરતા અંતે ઓલપાડ પોલીસે 14મી સપ્ટેમ્બરના રોજ સુશાંત પરીડા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

ઉડીયામાં લખેલી ફરિયાદનું અનુવાદ કરાયું
સુશિલા સાથે બનેલી ચોંકાવનારી ઘટનામાં ન્યાય મેળવવા સુશાંત પરીડા વિરુધ ઓરિસ્સાનાં પુરુષોતમપુર પોલીસ સ્ટેશન જી-ગંજામ ઓરિસ્સા ખાતે ફરિયાદ આપેલી જ્યારે ગુનો ઓલપાડ તાલુકાના દેલાડ ગામમાં બન્યો હોય જેથી ઓરિસ્સા પોલીસે અરજી સુરત જીલ્લા પોલીસને ટ્રાન્સફર કરી હતી. જે અરજી ઉડિયા ભાષામાં હોવાથી ઓલપાડ પોલીસે એક ઓરિસ્સા વાસી યુવકની દુર્ભાસીયા તરીકે મદદ લઈને ગુજરાતીમાં અનુવાદ કરી ફરિયાદ નોંધી હતી.