પાલિકાના કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી સ્થગિત, સ્વિમિંગ પૂલ 31 માર્ચ સુધી બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મનપા દ્વારા કોરોનાની તકેદારીના ભાગ રૂપે નિર્ણયો કરવામાં આવ્યાં છે. - Divya Bhaskar
સુરત મનપા દ્વારા કોરોનાની તકેદારીના ભાગ રૂપે નિર્ણયો કરવામાં આવ્યાં છે.
  • સ્વિમિંગ પૂલ 31 માર્ચ સુધી બંધ કરાયા
  • કોમ્યુનિટિ હોલ કેન્સલ કરનારને રિફંડ અપાશે

સુરત: કોરોના વાયરસના ભયની અસર વચ્ચે મહાનગર પાલિકા દ્વારા કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી 31 માર્ચ સુધી સ્થગિત કરી મોટી રાહત આપવામાં આવી છે. તેમજ મનપા સંચાલિત તમામ સ્વિમિંગ પુલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ મહાનગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કેન્સલ કરવા માંગતા હોય તો તેમને 100 ટકા રીફન્ડ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સ્મીમેર, મસ્કતિ હોસ્પિટલ અને હેલ્થ સેન્ટરોમાં દર્દીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર પ્રોવાઇડ કરવા પણ સૂચના આપી દેવાય છે.