તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોર ટુ ડોર કચરાની ગાડીએ અડફેટે લેતા બાઈક સવારનું મોત, લોકોએ તોડફોડ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉશ્કેરાયેલા લોકોએ કચરાની ગાડીમાં તોડફોડ કરી - Divya Bhaskar
ઉશ્કેરાયેલા લોકોએ કચરાની ગાડીમાં તોડફોડ કરી
  • કચરાની ચાર ગાડીમાં તોડફોડ કરાઈ
  • પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો

સુરતઃ ડિંડોલી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. કચરાની ગાડીની અડફેટે બાઈક સવારના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને ચાર જેટલી કચરાની ગાડીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

રોષે ભરાયેલા લોકોએ કચરાની ગાડીમાં તોડફોડ કરી
ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સી સામે શિવજીનગર પાસે રોડ પર ડોર ટુ ડોર કચરાની ગાડીએ બાઈક ચાલક 42 વર્ષીય સુરેશ સહાની નામના યુવક પર ગાડી ફરી વળતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કચરાની ગાડીમાં તોડફોડ કરી હતી. મામલો વધુ બીચકતા ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મામલો થાળે પાડ્યો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સ્થાનિકોનો મનપા પર આક્ષેપ
સ્થાનિકોએ મનપા કર્મચારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વરસાદમાં રોડ પર ખાડાઓ પડવાના કારણે આ ઘટના બની છે. તંત્રને અનેક વાર રજુઆત કરવા છતાં મનપા અધિકારીઓ રોડ બનાવતા નથી. અને આજે જે ઘટના બની હતી તેમાં રોડમાં મોટો ખાડો હોવાના કારણે આ ઘટના બની હતી. જેમાં એક નિર્દોષ યુવકનું મોત નીપજ્યું હતું

અન્ય સમાચારો પણ છે...