ભેસ્તાન-ડિંડોલી બ્રિજ પર બાઈક ચાલક ઓવરટેક કરવા જતા કારની અડફેટે ચડતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારની ડ્રાઈવરની સાઈડથી બાઈક ચાલક અડફેટે ચડ્યો હતો - Divya Bhaskar
કારની ડ્રાઈવરની સાઈડથી બાઈક ચાલક અડફેટે ચડ્યો હતો
  • કાર ચાલકે બાઈક ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
  • 108ને જાણ કરી કાર ચાલકે જ યુવકને સિવિલ ખસેડ્યો

સુરતઃ ભેસ્તાન-ડિંડોલી બ્રિજ પર બાઈક ચાલક ઓવરટેક કરવા જતા કારની અડફેટે ચડ્યો હતો. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલકે જ 108ને જાણ કરી બાઈક ચાલકને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. 

કન્સ્ટ્રક્શન સાઈટ પર જતા અકસ્માત નડ્યો
મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં આશીષ મનજીભાઈ ડાખરા (ઉ.વ.24) પરિવાર સાથે રહેતો હતો અને કન્સ્ટ્રક્શનના વ્યવાસાય સાથે સંકળાયેલો હતા. આજે બાઈક પર કતારગામ ભેસ્તાન-ડિંડોલી વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ રહ્યો હતો. દરમિયાન ભેસ્તાન-ડિંડોલી બ્રિજ પર ઓવરટેક કરવાની લ્હાયમાં કાર(GJ-05-RB-1917)ની અડફેટે ચડી ગયો હતો. કાર ચાલકે પૂરપાટ જતા બાઈક ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાઈક ચાલકને કારની ડ્રાઈવરની સાઈડથી અડફેટે ચડી ગયો હતો. અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને 108 મારફતે કાર ચાલક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

બાઈક ચાલક પૂરપાટ ઝડપે ઓવરટેક કરવા જતા અડફેટે આવ્યો
કાર ચાલક આનંદસિંહાએ જણાવ્યું હતું કે, ભેસ્તાન-ડિંડોલી બ્રિજ પર બાઈક ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. મારી કારની સાઈડમાંથી પૂરપાટ ઝડપે ઓવરટેક કરવા જતા અડફેટે આવી ગયો હતો. અકસ્માત બાદ યુવકને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. અકસ્માત મોતના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...