તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના 21 જિલ્લામાં મોટાં સ્પોર્ટ‌્સ કોમ્પ્લેક્ષ બનાવાશે: રૂપાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપ્તી વેલી સ્કૂલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેકવિધ રમતોની મજા માણી હતી. - Divya Bhaskar
તાપ્તી વેલી સ્કૂલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેકવિધ રમતોની મજા માણી હતી.
  • ઓલપાડના નરથાણની તાપ્તીવેલી સ્કૂલમાં દસ કરોડના ખર્ચે સાકાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું મુખ્યમંત્રી રૂપાણીએ ઉદઘાટન કર્યું

સુરતઃ તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રમત ગમતથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે અને બાળકોમાં સ્પોર્ટસમેન બનવાનો ઉત્સાહ કેળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 21 જિલ્લાઓમાં મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાની જાહેરાત કરી છે.  દસ કરોડના ખર્ચે તાપ્તી વેલી સ્કૂલમાં નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માત્ર સિલેબસનો જ અભ્યાસ નહીં પણ રમતગમતમાં પણ કેળવો. રમતગમતના રાહ પર શરીર અને  બુધ્ધિથી બાળક તંદુરસ્ત અને ફીટ રહે છે.

21 જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સ્થપાશે
નાનપણથી બાળક રમતો રહે તો તેનું શરીર એ રીતે ઘડાય છે. જેની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફીટ ઇન્ડિયાની કલ્પના પણ સાકાર થાય છે. તેમણે સ્વામી વિવેકાનંદના વાક્યને યાદ કરતા જણાવ્યું કે,યુવાન ફુટબોલના મેદાનમાં પરસેવો પાડશે તો જ ભારતનું ભવ્ય નિર્માણ થશે. તેમણે ઉમેર્યું કે,ગુજરાત સરકારે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો છે. દર વર્ષે 40 લાખ વિદ્યાર્થી-યુવાનો ખેલે ગુજરાત, જીતે ગુજરાતમાં ભાગ લઇ રહ્યા છે. જેના ફળસ્વરૂપ ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના 375 ખેલાડીઓએ મેડલ જીત્યા છે. રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના કરી છે. જે અંતર્ગત રાજ્યના 21 જિલ્લાઓમાં ઇન્ડોર આઉટડોર મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્થાપવામાં આવશે. તાપ્તીવેલીના સંચાલકોને અભિનંદન આપતા કહ્યું કે, અન્ય ક્ષેત્રની જેમ ગુજરાતના ખેલાડીઓ નેશનલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં મેડલ જીતશે અને તેમાં તાપ્તી વેલી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હશે તેવી આશા રાખું છું.  

સી એમ બેડમિન્ટન અને તેમના પત્ની ટેબલ ટેનિસ રમ્યા
તાપ્તીવેલી સ્કૂલના વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જોઇને મુખ્યમંત્રી પણ ઉત્સાહમાં આવી ગયા હતા. કોમ્પલેક્ષના ઉદ્દઘાટન બાદ જ સી એમ વિજય રૂપાણી બેડમિન્ટન રમ્યા હતા. ત્યારબાદ તેમણે રાયફલ શુટિંગ પણ કર્યુ હતું. જ્યારે તેમના પત્ની અંજલીબેન ટેબલ ટેનિસ પણ રમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...