તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bhimarad, Who Is Camped In Dandi Satyagraha, Will Be Given Rs 1 Crore If It Becomes A Tourist Destination: Shivalakshmi Gandhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી સત્યાગ્રહમાં છાવણી બનેલા ભીમરાડને પ્રવાસન સ્થળ બનાવાશે તો 1 કરોડ આપીશ: શિવાલક્ષ્મી ગાંધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીજીનાં પૌત્રવધૂ શિવાલક્ષ્મી ગાંધી - Divya Bhaskar
ગાંધીજીનાં પૌત્રવધૂ શિવાલક્ષ્મી ગાંધી
 • અંગ્રેજોએ ભીમરાડમાં સત્યાગ્રહીઓની ધરપકડ કરતા બાપુએ અહીં સભા સંબોધી હતી

સુરતઃ સુરતનું ભીમરાડ ગામ ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકૂચનું સાક્ષી રહી ચૂક્યું છે. ગ્રામજનો દાંડીયાત્રા દરમિયાન સત્યાગ્રહીઓની મહત્વની છાવણી રહી ચૂકેલા ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની માંગ  કરી રહ્યા છે પણ નક્કર પ્રતિસાદ સાંપડ્યો નથી.12 માર્ચ 1930થી શરૂ કરીને 6 એપ્રિલ સુધી ચાલેલી દાંડી યાત્રા પુરી કરી બાપુ 9 એપ્રિલે ભીમરાડ પહોંચી સભા સંબોધી હતી. બાપુએ દાંડીમાં મીઠું ઊંચકી કાનૂનભંગ કરતા અંગ્રેજોએ બાપુના પુત્ર રામદાસ ગાંધીની ભીમરાડમાં જ અન્ય સત્યાગ્રહીઓ સાથે ધરપકડ કરી હતી.મીઠાના સત્યાગ્રહના સાક્ષી રહેલા ભીમરાડમાં ગાંધીજીનું સ્મારક પણ છે અને ગાંધી જયંતિ, સ્વતંત્ર દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસે અહીં અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ગાંધીજીની દાંડીયાત્રામાં મહત્વની છાવણી રહી ચૂકેલા ભીમરાડ ગામને સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે એવી માંગ રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી અને પ્રવાસન વિભાગને પણ કરવામાં આવી ચુકી છે. જોકે હજી સુધી આ બાબતે કોઈ નક્કર પ્રતિસાદ સાંપડ્યો નથી.

બાપુની ઐતિહાસિક તસ્વીર પણ ભીમરાડની હોવાનો દાવો 
બાપુ જમીન પરથી મીઠું ઉંચકી રહ્યા હોવાની ઐતિહાસિક તસ્વીર પણ દાંડીની નહિ પણ ભીમરાડની હોવાનો દાવો દાંડી સત્યાગ્રહ સમયના આંતરરાષ્ટ્રીય અખબારોના અહેવાલો સાથે કરવામાં આવ્યો છે. ભીમરાડના માજી સરપંચ અને સુરત મનપામાં નગર સેવક રહેલા બળવંત પટેલે જણાવ્યું કે, દાંડીના નામે ફરતી ઐતિહાસિક તસ્વીર ભીમરાડની છે જે 9 એપ્રિલે ખેંચવામાં આવી હતી.

જીવતા જીવ ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે જોવાની ઈચ્છા છે
ગાંધીજીના પૌત્રવધુ ડો.શિવાલક્ષ્મી કનુભાઈ ગાંધી છેલ્લા પોણા બે વર્ષથી  ભીમરાડમાં જ રહે છે.તેમની ઈચ્છા છે કે, ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને પોતે જીવતા જીવ ભીમરાડને પ્રવાસન સ્થળ બનતું જોઈ શકે. ભીમરાડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી બતાવવામાં આવે તો પોતે પોતાની બચેલી મૂડીમાંથી 1 કરોડ રૂપિયા વિકાસ માટે આપશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો