તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઠવાલાઇન્સની મિશન હોસ્પિટલના પાર્કિંગમાં મોપેડમાંથી 25 હજારની રોકડ સહિત એટીએમ કાર્ડની ચોરી 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાદી હોસ્પિટલમાં એડમિટ હોવાથી પૌત્ર જોવા માટે આવ્યો હતો

સુરતઃઅઠવાલાઇન્સની મિશન હોસ્પિટલના પાર્કિગમાં મોપેડ મુકીને દાદીના ખબર અંતર પૂછવા ગયોને મોપેડની ડીકીમાંથી અજાણ્યાએ 25 હજારની રોકડ તેમજ એટીએમ કાર્ડની ચોરી કરી ફરાર થયા છે. સિટીલાઇટ રોડ પર સેજલ એપાર્ટમેન્ટમાં રહેતી જ્યોતિબહેન પ્રમોદભાઈ વાજપાઈનો પુત્ર મોપેડ લઈને બેંકમાં પૈસા લેવા માટે ગયો હતો. બે બેંકોમાંથી પુત્રએ 25 હજારની રોકડ ઉપાડી લાવી મોપેડની ડીકીમાં મુકી દીધી હતી. રસ્તામાં હોસ્પિટલ આવતી હોવાથી પુત્ર દાદીને જોવા માટે 24મી તારીખે બપોરે હોસ્પિટલના પાર્કિગમાં મોપેડ પાર્ક કરી ગયો હતો. આ અરસામાં અજાણ્યા ચોરે ડુપ્લીકેટ ચાવીથી મોપડની ડીકી ખોલીને તેમાંથી 25 હજારની રોકડ અને એચ.ડી.એફ.સી બેંકનું એટીએમ કાર્ડની ચોરી કરી ફરાર થયો હતો. જ્યારે હોસ્પિટલમાંથી પુત્ર ઘરે આવ્યો ત્યારે મોપેડમાંથી રોકડ ગાયબ હતી. આ અંગે માતાએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...