ઠગ કંપનીઓમાં રોકાણ કરી વળતર માટે મહારાષ્ટ્રથી પણ અરજદારોની અરજી આવી 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રથી પણ અરજદારો ક્લેક્ટર કચેરી દોડી આવ્યાં હતાં. - Divya Bhaskar
મહારાષ્ટ્રથી પણ અરજદારો ક્લેક્ટર કચેરી દોડી આવ્યાં હતાં.
  • ઠગ કંપનીઓ સામે વધુ 10 હજાર દાવા અરજી આવી
  • આવતીકાલે છેલ્લો દિવસ, વધુ અરજીઓ આવી શકે

સુરતઃપાચ જેટલી કંપનીઓ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ટૂંકા સમયમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખનાર કંપની સામે વધુ 10 હજાર જેટલી દાવા અરજી આવી છે.

ક્લેક્ટર કચેરીએ લોકો આવ્યાં
બીટકોઇન, વિન્ટેકની કંપનીઓ ઉપરાંત મૈત્રીય અને સમૃધ્ધિ જીવન યોજના જેવી કંપનીઓને સુરત સહિતના જિલ્લાઓમાં એજન્ટ ઉભા કરીને લોકો પાસેથી અંદાજે 200 કરોડ જેટલી રકમ ઉસેટી લઇને ઠગાઇ કરી હતી. આ કંપનીઓ સામે સરકાર દાવો કરવા જઇ રહી હોય છેલ્લા દસ દિવસથી દાવા અરજીઓ સ્વીકારવામાં આ‌વી રહી છે. શુક્રવારે વધુ સવારથી કલેકટર કચેરી પર અરજદારોનો ધસારો વધી ગયો હતો. સુરત કે દક્ષિણ ગુજરાતમાં એજન્ટો મારફતે નાણા ભરનાર મહારાષ્ટ્રના અરજદારો પણ સવારે સાતેક વાગ્યાથી ટેમ્પો ભરીને કલેકટર કચેરી પર આવી પહોંચ્યા હતા. ગુમાવનારની અરજીઓ સૌથી વધારે આવી હોવાનું જાણવા મળે છે.