તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિંડોલીમાં ચા-નાસ્તાની દુકાનમાં અસામાજિક તત્વોએ હપ્તા વસૂલીને લઈને તોડફોડ કરી, CCTV

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલવાર અને દંડા વડે દુકાનમાં તોડફોડ કરતા અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા - Divya Bhaskar
તલવાર અને દંડા વડે દુકાનમાં તોડફોડ કરતા અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા
 • કારીગર પાછળ તલવાર અને દંડા લઈને ભાગતા ભારે હોબાળો મચી ગયો
 • દુકાન માલિક ફરીયાદ કરવા ગયો હોવાની જાણ બાદ હુમલો કર્યો હતો

સુરતઃ ડિંડોલી વિસ્તારમાં આવેલી ચા-નાસ્તાની દુકાનમાં મધરાત્રે કેટલાક અસામાજિક તત્વોએ હપ્તા વસૂલીને લઈ તોડફોડ કરી કારીગર પાછળ તલવાર અને દંડા લઈને ભાગતા ભારે હોબાળો મચી ગયો હતો. હમારે ફન્ટર લોગ આયે હે કુછ ખર્ચા દો કહીં 50થી 60 હજારની માંગણી કરનાર 10 જેટલા માથાભારે સામે દુકાન માલિક ફરીયાદ કરવા ગયો હોવાની જાણ બાદ અસામાજિક તત્વોએ હુમલો કરી ધમાલ મચાવી હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડિંડોલી પોલીસે દુકાન માલિક ગોપાલની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. હુમલાખોરો દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા પણ લૂંટી ગયા હોવાનું ગોપાલે જણાવ્યું છે.

તલવારથી મારવાનો પ્રયાસ કરતા કારીગરો ભાગ્યા
ગોપાલ દુધનાથ યાદવ (જય ગોપાલ મટકા ચા અને નાસ્તા સેન્ટરનો માલિક) એ જણાવ્યું હતું કે, શુક્રવારની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં કેટલાક અસામાજિક તત્વો તેમની દુકાન પર આવ્યા હતા અને હપ્તા પેટે 50-60 હજારની માંગ કરી હતી. હમારે ફન્ટર લોગ આયે હે તુમહે યહા દુકાન ચલાની હે યા નહીં કહી ધમકાવ્યા હતા. જેને લઈ તેઓ તાત્કાલિક નજીકના ડિંડોલી પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હપ્તાખારોને આ વાતની જાણ થતાં તેઓ રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ફરી આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમની દુકાનના કારીગર જેનિષ મિશ્રા, દીપ્તિ અને સતોષ પાંડે નામના યુવાનોને તલવારથી મારવાનો પ્રયાસ કરતા તેઓ જીવ બચાવી ભાગી ગયા હતા. જેઓનો પીછો કરી હુમલાખોરો કારીગરો હાથ ન લાગતા ભાગી ગયા હતા.

પોલીસ આવે તે પહેલાં હુમલાખોરો ભાગી ગયા
વધુમાં ઉમેર્યું હતું કે, આ હુમલામાં તેમની દુકાનનો તમામ સામાન ફ્રીઝ, નાસ્તા ગરમ કરવાનું મશીન, ફિશ ટેન્ક, બોર્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસ આવે તે પહેલાં હુમલાખોરો ભાગી જતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલાખોરો કુંદન અને સંજય સહિત 10 જણાની ઓળખ થતા તેઓની શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો