સુરતઃસુરત આરપીએફને વધુ 50 જવાનો ફાળવવામાં આવ્યા છે.ચૂંટણી પુરી થતાની સાથે જ ડ્યુટી પુરી કરી આવેલા આરપીએફના 50 જવાનો હવે સુરત અને ઉધના વચ્ચે પેટ્રોલિંગ કરશે તેમજ ટ્રેનમાં અને રેલવે સ્ટેશનો પર થતી ગુનાખોરી અટકાવવા કામે લાગશે.
પથ્થરમારો રોકવા અભિયાન
મુંબઈ ડિવિઝનના સુરક્ષા કમિશ્નર એસ.આર.ગાંધીએ સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા બાબતે નિરીક્ષણ કર્યું હતું અને સુરત -ઉધના વચ્ચે પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ આપ્યા હતા.સુરત આરપીએફને વધુ 50 જવાનો ફાળવી દેવામાં આવતા હવે ટ્રેનોમાં પણ મુસાફરોની સુરક્ષામાં વધારો થશે.આટલું જ નહિ પણ આરપીએફ દ્વારા એન્ટી હોકર ટીમ પણ બનાવવામાં આવી છે જેમાં 2 ઉપનિરીક્ષક અને 10 આરપીએફ જવાનોને નિયુક્ત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ટ્રેન પર પથ્થરમારાની ઘટના બાદ ટ્રેક આસપાસની ઝુપડપટ્ટીઓના લોકોને 'ઓપરેશન દોસ્તી' નામનું અભિયાન ચલાવી ગુનાઓમાં સાથ ન આપવા તેમજ ગુનો બનતો રોકવા અંગે જાગરૂક કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.