તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 દર્દનાક કિસ્સા : અઢી રૂપિયાની પતંગ માટે 3 બાળકો ટ્રેન નીચે ગયા, ટ્રેન ચાલુ થતાં એકનો પગ કપાઈ ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકના કપાયેલા પગની સિવિલમાં સારવાર ચાલી રહી છે. - Divya Bhaskar
બાળકના કપાયેલા પગની સિવિલમાં સારવાર ચાલી રહી છે.
  • ચાર મિત્રો સાથે પતંગ પકડવા ઉધના રેલવે લાઈન પર ગયાં હતાં
  • ઘરે કોઈને ખબર વગર ચાર બાળકો પતંગ પકડવા માટે ગયાં હતાં

સુરતઃ ઉધના યાર્ડમાં પતંગ પકડવા ગયેલા ત્રણ બાળકોએ ટ્રેક ઓળંગવા માટે ઊભેલી ગૂડ્સ ટ્રેનની નીચેથી પસાર થઈ રહ્યા હતા. જેમાં બે બાળકો ટ્રેનની નીચેથી પસાર થઈ ગયા બાદ ત્રીજો બાળક પસાર થતો હતો ત્યારે અચાનક ગૂડ્સ ટ્રેન ચાલુ થઈ જતાં 11 વર્ષીય બાળકનો એક પગ કપાઈને છૂટો થઈ ગયો હતો જ્યારે બીજા પગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી એવું રેલવે પોલીસે જણાવ્યુ હતું. જો કે પિતાએ કોઇએ ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે રવિવારે એવી ત્રણ ઘટના બની હતી જેમાં પતંગની દોરીને કારણે અકસ્માત થતાં ભોગ બનનારાઓને ઇજાઓ થઇ હતી.
 

હાલત એવી કે જોનારાઓ પણ વિચલિત થઇ ગયા
લિંબાયત ઈદગાહપુરા મનસૂરી હોલની સામે રહેતા ઈસ્લામભાઈ શેખ સિક્યુરિટી ગાર્ડ છે. તેમનો પુત્ર ઈમામ લિંબાયત મારુતિ નગર ખાતે સ્થિત ન. પ્રા. શિ. સમિતિની સ્કૂલમાં ધો. 6માં અભ્યાસ કરે છે. રવિવારે બપોરે ઈમામ મિત્રો સાથે ઉધના યાર્ડમાં રમવા માટે ગયો હતો. ટ્રેક ઓળંગવા માટે ઊભેલી ટ્રેનની નીચેથી બે બાળકો પસાર થઇ ગયા હતાં જો કે ઈમામ ટ્રેન નીચેથી પસાર થવાનો પ્રયાસ કરતો હતો ત્યારે જ અચાનક ગૂડ્સ ટ્રેન શરૂ થઈ જતાં ઈમામનો એક પગ કપાઈને છૂટો થઈ ગયો હતો જ્યારે બીજા પગમાં ગંભીર ઈજા થઈ હતી. હાલ ઇમામને સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી આઇસીયુમાં દાખલ કરાયો છે.
 

આકાશ તરફ નજર કરીને રોડ પર દોડતો બાળક બાઇક સાથે અથડાયો, પગ ભાંગ્યો
ઉન ભીંડી બજાર વિસ્તારમાં રહેતો 7 વર્ષનો ખાલીદ આઝાદ ખાન સાંજે ઘર નજીક પતંગ પકડવા માટે રસ્તા પર દોડી રહ્યો હતો. આકાશમાં પતંગ તરફ નજર રાખી રસ્તા પર દોડી રહેલો ખાલીદ રસ્તા પરથી પસાર થતી બાઇક સામે દોડી જતાં બાઇકની અડફેટમાં આવી ગયો હતો. જેથી બાઇકના વ્હીલ નીચે તેનો એક પગ આવી જતાં પગ ભાંગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ખાલીદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
 

દોરી સામે આવી જતાં બ્રેક મારી અને પટકાયા
ઉધના હરિનગર ખાતે રહેતા મુકેશભાઈ નારાયણ દાસ (35) પાણીનો ટેમ્પો ચલાવે છે. રવિવારે તેઓ કામ અર્થે ડિંડોલી કરાડવા રોડ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક પતંગની દોરી રસ્તા વચ્ચે પડતાં દોરીથી બચવા માટે તેમણે અચાનક બાઇકની બ્રેક મારી દીધી હતી. જેથી બાઇક સ્લીપ થઈ જતાં તેઓ ગંભીર રીતે ઘવાતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
 

આધેડ માંજાની અડફેટે આવતાં ગળું કપાયું
રવિવારે સવારે અમરોલી પુલપરથી પોતાની બાઇક પર પસાર થઇ રહેલા મંદિરના પૂજારી ઉમેદગિરી ગોસાઈ પતંગના માંજાની અડફેટે આવી જતા ગળું કપાઈ ગયું હતું. ઉમેદગિરીને તાત્કાલિક સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તાત્કાલિક ઓપરેશન શરુ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો