ઓલ ઇન્ડિયા ટેનિસ નેશનલ અંડર 14 સ્પર્ધા સુરતી વિદ્યાર્થી જીત્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ મેદાન મારતાં શાળા દ્વારા અભિનંદન અપાયા હતાં. - Divya Bhaskar
સ્કૂલના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ મેદાન મારતાં શાળા દ્વારા અભિનંદન અપાયા હતાં.
  • હરિયાણા ખાતે સ્પર્ધા યોજાઈ હતી
  • ધોરણમાં ભણતા યશે મેદાન માર્યુ

સુરત: હરિયાણાના સોનીપત ખાતે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની નેશનલ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં સુરતના ધોરણ 6માં અભ્યાસ કરતા  યશ ચિંતન પટેલે અંડર 14ની સ્પર્ધામાં ભાગ લઈને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયો હતો.

6 વર્ષનો હતો ત્યારથી તૈયાર કરતો
યશે જણાવ્યું હતું કે,તે લોન ટેનિસ 6 વર્ષનો હતો ત્યારથી શીખતો હતો. તેના પ્રારંભિક રમતના વર્ષો દરમિયાન શરૂઆતી હારના કારણે રમત પ્રત્યેનો તેનો જુસ્સો વધુ મજબૂત બન્યો. દરેક હાર પછી, તે પાછો ફરીને શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી બનશે. હવે, તે ક્રમાંકિત ખેલાડીઓમાંનો એક છે અને તેને લાગે છે કે તેણે તો હજી એક નવી શરૂઆત કરી છે અને હજી તો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.

સ્કૂલ દ્વારા અભિનંદન પાઠવાયા
VIBGYOR હાઇ -સુરતના પ્રિન્સિપલ, પ્રીતિ વાસોને યશને તેના આકરા પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા અને તેમની શાળા અને માતા-પિતાને તેની સિદ્ધિઓ પર ગૌરવ અપાવતા આવી ઘણી વધુ જીત મેળવે તે માટે આશીર્વાદ આપ્યા. 

અન્ય સમાચારો પણ છે...