યાત્રીગણ કૃપયા ધ્યાન દે / અમદાવાદ-મુંબઈ વચ્ચે 17 જાન્યુઆરીથી તેજસ ટ્રેન, ચેરકારનું ભાડું રૂ.1200થી 1300 રહેવાની શક્યતા

તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર
તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર

  • ટ્રેન હોસ્ટેસ, સીસીટીવી, વાઈફાઈ, સ્મોક એન્ડ ફાયર એલાર્મ સિસ્ટમની સુવિધા મળશે
  • 17મી જાન્યુઆરીએ ટ્રાયલ રન, 19મીથી તેજસ ટ્રેન શરૂ
  • અમદાવાદથી સવારે 6.40 વાગે ઉપડી બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે
  •  સુરતથી મુંબઈ સવારે 09.35 અને અમદાવાદ જવા માટે સાંજે 06.47 કલાકે ઊપડશે 

Divyabhaskar.com

Dec 24, 2019, 04:14 AM IST

સુરત: અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17 જાન્યુઆરીથી દોડશે. હાલ ટ્રેનનું ભાડું નક્કી કરાયું નથી. એસી ચેર કારનું ભાડું 1200થી 1300 અને એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400થી 2500 રહેવાની શક્યતા છે. મુસાફરીમાં પેસેન્જરોને અપાનારા નાસ્તા અને ભોજનનો ભાડામાં સમાવેશ થાય છે. દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ 17મી જાન્યુઆરીએ સુરત સ્ટેશને સવારે 9:35 વાગ્યે બે મિનિટનું સ્ટોપેજ લઇ મુંબઈ તરફ રવાના થશે.રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શિડ્યુઅલને મંજૂરી આપી દીધી છે.17મીએ ઇનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી વાર તેજસ ટ્રેન દોડશે.તેજસને 19મી જાન્યુઆરીથી રેગ્યુલર કરી દેવામાં આવશે.ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકીંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે.રેલવે બોર્ડે 20મી ડિસેમ્બરે તેજસની પરિચાલન તારીખને મંજૂરી આપી દેતા 19મીથી તેજસ રેગ્યુલર બેઝ પર દોડતી થઇ જશે.

બુકિંગ કાઉન્ટર અને ચેક ઈન કાઉન્ટર ઊભા કરાશે
સુરતમાં હોલ્ટ લેનારી તેજસ ટ્રેન માટે કરન્ટ બુકીંગ કાઉન્ટર, રિઝર્વેશન સેન્ટર અને ચેક ઈન કાઉન્ટર માટે સેટ અપ ઉભું કરવામાં આવશે.નવેમ્બર મહિનામાં આઈઆરસીટીસીના મેનેજીંગ ડાયરેક્ટર રાહુલ હિમાલયન દ્વારા સુરત રેલવે સ્ટેશને સુવિધાઓ ઉભી કરવા અંગે નિરીક્ષણ કર્યું હતું.સંભવત ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશને તેજસના પરિચાલન સંદર્ભનું માળખું ઉભું કરાશે.

તેજસનું ટાઈમ ટેબલ

  • અમદાવાદ-મુંબઈ : તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને 8.08 વાગ્યે વડોદરા પહોંચશે ત્યાર બાદ 9.35 વાગ્યે સુરત આવી પહોંચશે અને 2 મિનિટના હોલ્ડ બાદ સીધી 10.55 વાગ્યે વાપી ઉભી રહેશે અને ત્યાંથી ઉપડી 12.31 વાગ્યે બોરીવલી અને 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
  • મુંબઇ-અમદાવાદ: મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડી 5.37 વાગ્યે વાપી,6.47 વાગ્યે સુરત, 7.29 વાગ્યે ભરૂચ ,8.18 વાગ્યે વડોદરા અને 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

ટ્રેનમાં 10 ચેરકાર અને 2 એક્ઝિક્યુટિવ કોચ
તેજસ ટ્રેનમાં 10 ચેરકાર કોચ અને 2 એક્ઝિક્યુટિવ ચેરકાર હશે.મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી તેજસમાં મુંબઈથી અમદાવાદની મુસાફરી ચેરકાર કોચમાં 1200 રૂપિયા અને એક્ઝિકયુટિવ ચેરકારમાં 2100 રૂપિયા નક્કી કરવામાં આવે એવી શક્યતા છે.જયારે સુરતથી અમદાવાદ કે મુંબઈ જવા ચેરકારના 700 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેરકારના 1000થી 1200 રૂપિયા ચૂકવવા પડે એવી શક્યતા છે.ટ્રેનનું બુકીંગ 10 જાન્યુઆરી બાદ શરુ થશે.

શતાબ્દી-તેજસનું ભાડું સરખું
તેજસ એક્સપ્રેસનું ભાડું શતાબ્દી એક્સપ્રેસની નજીક નજીકનું જ હશે. શતાબ્દી એક્સપ્રેસમાં સુરતથી અમદાવાદનું ચેરકારના 690,ઈકોનોમી ક્લાસના 1050,એક્ઝિક્યુટિવ ક્લાસના 1205 રૂપિયા છે જે તેજસ ટ્રેનના ભાડા જેટલું જ રહેશે. સમયની વાત કરી તો પણ શતાબ્દી અને તેજસ એક્સપ્રેસ લગભગ એક જ સ્પીડથી દોડશે અને સુરતથી અમદાવાદનું અંતર 3 કલાકમાં કાપશે.

  • વાઇફાઇ ફેસેલિટી અને એલસીડી સ્ક્રીન મુસાફરોની યાત્રા આરામદાયક બનાવશે: તેજસ એક્સપ્રેસમાં ટ્રેન હોસ્ટેસની સુવિધા હશે તેમજ વાઇ-ફાઇ ફેસિલિટી, એલસીડી સ્ક્રીન, અને કેટરિંગ સર્વિસની પણ સુવિધા હશે.

VI P ક્વોટા નહીં હોય
તેજસ એક્સપ્રેસનું બુકિંગ 60 દિવસ પહેલા કરાવી શકાશે. 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકોની આખી ટિકિટ લાગશે. એજરીતે ટ્રેનમાં કોઈ પણ પ્રકારનો વીઆઈપી ક્વોટા, સિનિયર સિટિઝન ક્વોટા કે અન્ય ક્વોટા નહીં હોય.

X
તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીરતેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી