સુરત / રઘુવીર માર્કેટની આગ બાદ SUDA ચેરમેને બેઠકમાં કહ્યું, ફાયરને લઈને જે ગંભીરતા છે તે હજુ સુરતમાં નથી

પાલિકા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
પાલિકા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

  • સુડાના ચેરમેન બંછાનિધી પાની રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા
  • કાપડ માર્કેટના એલિવેશન અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા

Divyabhaskar.com

Jan 22, 2020, 03:04 PM IST

સુરતઃ કુંભારીયા ચાર રસ્તા પર આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ આગ ફાટી નીકળી હતી. જેને કાબૂમાં લેવામાં 21 કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આ આગ કાબૂમાં આવી ગયા બાદ 29 કલાકે ફરી આગ લાગી ગઈ હતી. આ સમય દરમિયાન પાલિકા કમિશનર અને સુડા(સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના ચેરમેન બંછાનિધી પાની રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સુડા ભવન ખાતે બિલ્ડર, સુડાના અધિકારીઓ સહિતના સાથે સુડાના ચેરમેન બંછાનિધી સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટના બિલ્ડીંગના એલિવેશન અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ સિટીમાં ફાયર અગત્યનો મુદ્દો છે અને ફાયરને લઈને જે ગંભીરતા છે તે હજુ સુરતમાં નથી.

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ નિરીક્ષણ કર્યું

આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે.

માર્કેટમાં પેસેજમાં બાંધકામ થતા આગની ઘટના સમયે મુશ્કેલી આવે છે

રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ બાદ સુડા ચેરમેન બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં સુડા ભવન ખાતે બિલ્ડર, માર્કટ સંચાલકો, સુડાના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, માર્કેટમાં પેસેજમાં બાંધકામ થતા આગની ઘટના સમયે મુશ્કેલી આવે છે જે સ્ટ્રક્ચર સુરતમાં છે એ દેશના બીજા કોઈ દેશમાં નથી. ટેક્સટાઇલ સિટીમાં ફાયર અગત્યનો મુદ્દો છે અને ફાયરને લઈને જે ગંભીરતા છે તે હજુ સુરતમાં નથી. દર મહિને તપાસ કરવામાં આવશે અને મોકડ્રીલ પણ કરવામાં આવશે.

ફસાડ માટે સ્પેશિયલ રજીટ્રેશન કરાશે

વધુમાં જણાવ્યું હતું કે, હાઈરાઈઝ બિલ્ડીંગમાં જે ખામીઓ હોય તેનું એક મહિનામાં રિવ્યુ કરી ટીમ બનાવી તપાસ કરવામાં આવશે. બિલ્ડીંગની ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો પરવાનગી રદ્દ કરવામાં આવશે. જ્યારે લોકો પ્લાન પાસ કરવા ત્યારે ઈલેક્ટ્રીકલ પર્સન હોય તેને પર્સન ઓન રેકોર્ડ નોંધવામાં આવશે અને ફાયર કન્સલટન્ટને પણ પર્સન ઓન રેકોર્ડ નોંધવામાં આવશે. ફસાડ (કોઈ પણ ઈમારતનો રસ્તા ઉપર પડતો ભાગ કે મુખનો ભાગ જેને જાત જાતની ડિઝાઈનથી સજાવાય છે આ હિસ્સાને ફસાડ કહેવામાં આવે છે) માટે પણ પર્સન ઓન રેકોર્ડ નોંધવામાં આવશે. ફસાડ માટે સ્પેશિયલ રજીટ્રેશન કરાશે. ફેરફાર જરૂરી હોય તે ફેરફાર કરવામાં આવશે. ફાયર સેફ્ટી વિશે જાગૃતી માટે સેફ્ટી ફર્સ્ટ અભિયાન કરવામાં આવશે. બિલ્ડીંગના સિક્યોરિટી ગાર્ડથી લઈને તમામને ફાયર અંગે માહિતી અપાશે અને તમામ હાઈરાઈઝ બિલ્ડીંગમાં એક ફાયરના જાણકારની નિમણૂંક કરવાની રહેશે. ફસાડનું મટીરીયલ અને ફસાડ ઓપનેબલ હોવા જોઈએ. ઓપનેબલ ન હોય તેને મંજૂર કરવામાં આવશે નહીં. ફસાડ અંગે જવાબદારી પણ સોંપવામાં આવશે.

સ્ટેબિલીટી રિપોર્ટ ફેઈલ થશે તો ડિમોલીશન હાથ ધરાશે

લિફ્ટનું જે ઈલેક્ટ્રીકનું કનેક્શન છે તે થોડા દિવસ પહેલાં ઈલેક્ટ્રીક સર્કિટ થયું છે. જ્યારે એસીના ડક પણ આગ પ્રસરવા માટે કારણભૂત રહેતા હોય છે જેને લઈને પણ ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બિલ્ડીંગની સ્ટેબિલીટી અંગે જણાવ્યું હતું કે, ફાયર દ્વારા પહેલાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ બિલ્ડીંગને સીલ મારવામાં આવશે અને ત્યારબાદ સ્ટેબિલીટી રિપોર્ટ થશે. જેમાં ફેઈલ થશે તો ડિમોલીશન હાથ ધરવામાં આવશે. ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, હાલના તબક્કે કોઈ ફરિયાદ કરવામાં આવશે નહીં.

X
પાલિકા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈપાલિકા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી