સુરત / આગ બાદ રઘુવીર માર્કેટની હાલત ખંડેર જેવી થઈ ગઈ, જ્યાં જૂઓ ત્યાં કાટમાળ પડ્યો છે

રઘુવીર માર્કેટમાં લાગેલી ભયાવહ આગની તસવીર, ઈન્સેટમાં ડાબે નીચે આગ લાગ્યા પહેલાની તસવીર અને જમણે આગથી નીચે પડેલો કાટમાળ

  • માર્કેટના સ્ટ્રક્ચરને ભારે નુકસાનથી કાટમાળ નીચે પડી રહ્યો છે
  • દિવાલોમાંથી સિમેન્ટ પડીને સળીયાઓ બહાર આવી ગયા છે

Divyabhaskar.com

Jan 22, 2020, 12:50 PM IST

સુરતઃ કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગને એક દિવસથી વધુ સમય વીતી જવા છતા રહી રહીને આગ લાગી રહી છે. આ આગના કારણે રઘુવીર માર્કેટની ઈમારતના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આગના પગલે ઈમારતનો કાટમાળ નીચે પડી રહ્યો છે. જેથી ઈમારત અને આસપાસની જગ્યામાં જ્યાં જૂઓ ત્યાં કાળમાળ નજરે પડી રહ્યો છે.

ઘટના શું હતી?

કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આખી માર્કેટ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગના પગલે 14 માળની માર્કેટના 11 માળ તો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે હાલ પણ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. જોકે, રહી રહીને પણ કાપડના જથ્થાના કારણે આગ ફરી ભભૂકી ઉઠતી હોવાનું સામે આવી રહ્યું છે.

એલિવેશન, બારીઓની જાળીઓ નીચે પડી

આગના કારણે માર્કેટની દુકાનોના બારીઓના કાચ તૂટી પડ્યા હતા. જ્યારે લોખંડની જાળીઓ, એલિવેશનના પતરાં તૂટીને નીચે પડી રહ્યા છે. જ્યારે આગના કારણે ઈમારતના સ્ટ્રક્ટરને પણ ભારે નુકસાન થયું છે અને દિવાલોમાંથી સિમેન્ટ પડીને સળીઓ બહાર આવી ગયેલા નજરે પડી રહ્યા છે. જેના કારણે ફાયરના જવાનોને પણ કુલિંગ અને આગને કાબૂમાં લેવાની કામગીરી ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી