અડાજણમાં નોકરી કરતાં યુવકને બાકી પગાર મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં માર મરાયાના આક્ષેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકને માર મરાતા પીઠ અને માથું દુઃખવા લાગ્યું હતું. - Divya Bhaskar
યુવકને માર મરાતા પીઠ અને માથું દુઃખવા લાગ્યું હતું.
  • માફીનામું લખાવાયું હતું માર નથી મરાયો-કંપની
  • માથાના અને પીઠના ભાગે માર મરાયો- યુવક

સુરતઃઅડાજણની એરલીંક કોમ્યુનિકેશનમાં નોકરી કરતા એક કર્મચારીએ બાકી નીકળતા પગારને લઈ કંપની વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી. જેથી કંપની દ્વારા માફી નામું લખાવી માર મરાયોનો યુવકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આક્ષેપ કર્યો હતો. કંપની દ્વારા જણાવાયું હતું કે, અમે માર માર્યો નથી તેના સાથી કર્મચારીઓએ માર મારીને અમારા પર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

પીડિતના પિતાના આક્ષેપ
પીડિત પાર્થના પિતા ચંદ્રશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પુત્ર પાર્થ ઈન્ટરનેટ સેવા આપતી એરલીંક કોમ્યુનિકેશનમાં કામ કરતો હતો. પેટ્રોલના અને ત્રણ મહિનાના પગાર આપ્યો નહોતો. વારંવાર પગારની માંગ કરનાર પાર્થને રવાના કરી દેવાતો હતો. આખરે પાર્થે સોશિયલ મીડિયામાં કંપની વિરૂધ્ધ પોસ્ટ વહેતી કરી હતી. જે બાબતે કંપનીના કર્તાહર્તાઓએ પાર્થને ઓફિસમાં બોલાવી માફી નામું લખાવી રવાના કરી દીધો હતો. 25 સપ્ટેબરના રોજ ઓફિસમાંથી ઘરે આવતી વખતે તેને કેટલાક અજાણ્યા ઈસમોએ ઓફીસ નીચે જ એટલે કે અડાજણ અન્નપૂર્ણા કોમ્પ્લેક્ષ નીચે જ ફટકાર્યો હતો. ત્યારબાદ પાર્થ ઘરે આવતા તમામ હકીકત બહાર આવી હતો. જેને લઈ રાત્રે લગભગ 10 વાગે રાંદેર પોલીસમાં અરજી નોંધાવી આજે સારવાર માટે સિવિલ આવ્યા હતા. 

અમારા પર ખોટા આક્ષેપો મુકાય છે
કંપનીના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના પંકજ કોલટેએ જણાવ્યું હતું કે, કંપનીનું નામ ખરાબ કરવા બદલ તેની પાસે માફીનામું લખાવ્યું હતું. પાર્થ પહેલા તેમના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટમાં હતો પરંતુ અંડરપર્ફોર્મન્સના કારણે તેને ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કર્યો હતો. તેના રૂપિયા કંઈક લેવાના નીકળતા તે મેં મારા ખીસ્સામાંથી આપવાની તૈયારી દર્શાવી હતી. બાદમાં એ ગયો અમે કોઈએ તેને હાથ પણ નથી લગાવ્યો. માર તેને બીજા કોઈ સાથી કર્મીએ માર્યો તેમાં કંપની કે અમારૂં નામ આપે છે તે આક્ષેપો સદંતર પાયાવિહોણા છે.

અન્ય સમાચારો પણ છે...