તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લસકાણા ખોલવડને જોડતા ખાડી બ્રિજ રોડ પરથી એક યુવક બાઈક સાથે તણાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે બ્રિજનું કામ અધૂરું મુક્યું છે
  • ફાયરબ્રિગડે યુવકની શોધખોળ આદરી

સુરતઃલસકાણા ખોલવડને જોડતા ખાડીનો બ્રિજ રોડ તૂટી જતા એક યુવાન બાઈક સાથે તણાયો હતો. આ બ્રિજનું કામ કોન્ટ્રાકટર દ્વારા ચોમાસુ ચાલુ થતા અધૂરું મુકાયું હતું. સ્થાનિક લોકોએ કામ ચલાઉ રસ્તો ખાડી પરથી જવા માટે બનાવ્યો હતો. ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ જતા યુવાન બાઈક સાથે ખાડીના ધસમસતા પ્રવાહમાં ગૂમ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુવકને શોધવા કામકાજ હાથ ધરવામાં આવ્યું છે.

લોકોના જીવ જોખમમાં મુકાતા રોષ
કામ અર્થે નીકળેલો અજાણ્યો યુવાન ખાડીમાં તણાયો હોવાની વાતથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે અગાઉ પણ ત્રણ બાઈકો ખાડીમાં ગરકાવ થઈ ગઈ હતી. બ્રિજનું કામ મંથરગતિએ ચાલતું હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.