તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછામાં પેટના દુઃખાવાની સારવાર કરાવવા આવેલી મહિલાની ડોક્ટરે છેડતી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કિનિંગ મશીનના કાચ પર આંગળી મુકી છેડછાડ કરી
  • મહિલાએ ફરિયાદ કરતાં ડોક્ટરની ધરપકડ કરાઈ

સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા મારૂતિચોક સંતોષીનગર પાસે મારૂતિ ક્લિનિકમાં મહિલા સાથે છેડતિ કરવામાં આવી હતી. મહિલા પેટમાં દુઃખાવો થતો હોય તપાસ કરાવવા ક્લિનિક ગઈ હતી. જ્યાં સ્કિનીંગ મશીનમાં રિપોર્ટ કરાવવાના બહાને મશીનના કાચના નીચેના ભાગમાંથી હાથ વડે છેડતિ કરી હતી. જેથી મહિલા ફરિયાદ કરતાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી.

ડોક્ટરે છાતિના ભાગે હાથ ફેરવ્યો
વરાછાના મારૂતિ ચોક સંતોષીનગર પાસે મારૂતિ ક્લિનિકમાં ડોક્ટર આર ટી ગોયાણીએ ગત તારીખે 24મીના રોજ મહિલા પેટના દુઃખાવાની ફરિયાદને લઈને સારવાર કરાવવા ગઈ હતી. જ્યાં તબીબે તપાસના બહાને મહિલાની છાતિના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો. મહિલાની છેડતિ થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ડોક્ટરની ધરપકડ કરી હતી.