સુરત / ડુમસ એરપોર્ટ નજીક મોડી રાત્રે BMW કારની ટક્કરે એક બાઇકસવારનું મોત, એક ગંભીર

A motorcyclist killed in a BMW car collision at last night near Dumas Airport, Surat

  • BMWનો ચાલક દારૂના નશામાં કાર હંકારતો હતો

Divyabhaskar.com

Sep 13, 2019, 03:19 PM IST

સુરતઃ ભીમપોરમાં રહેતા અને મગદલ્લા અલ્ટ્રાટેક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર 35 વર્ષીય અનિલ બાબુભાઈ ખલાસી બુધવારે મોડી રાત્રે નોકરી પૂરી કરી બાઇક પર અન્ય કર્મચારી અશોક પ્રભુભાઈ ખલાસી (49) સાથે ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન ડુમસ રોડ નજીક વાલ્વ સ્ટેશન પાસે પૂરપાટ અને બેફામ રીતે નશાની હાલતમાં બીએમડબ્લ્યુ કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં ફંગોળાઈ હતી. રોડ પર પટકાયેલા બાઇકચાલક અને તેની પાછળ બેઠેલા આધેડને ગંભીર ઈજા થઈ હતી. બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ અશોક ખલાસીનું મોત થયું હતું. જ્યારે અનિલ ખલાસી હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બનાવ અંગે ડુમસ પોલીસે અકસ્માત અને પ્રોહિબિશનનો કેસ નોંધીને કારચાલક પરેશ બચુ ગોધાણી (43) (રહે. સોના એપાર્ટ, ઉમિયાધામ, વરાછા)ની ગુરુવારે ધરપકડ કરી છે.

મૃતક અશોકભાઈ રોજ રિક્ષામાં જ ઘરે આવતા, આજે જ બાઇક પર લિફ્ટ લીધી

અશોકભાઈના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે. જ્યારે પુત્ર મંદબુદ્ધિનો છે અને જે બોલી શકતો નથી. ઘરના મોભી અશોકભાઈ પર આખું ઘર ચાલતું હતું. દીકરીએ જણાવ્યું કે, મારા પિતા આજે ગામના યુવકની બાઇક પર બેસી આવ્યા હતા.

X
A motorcyclist killed in a BMW car collision at last night near Dumas Airport, Surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી