તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 વર્ષની ખેંચની બીમારીથી કંટાળી પરિણીતાએ 5માં માળેથી પડતું મૂક્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલાની ફાઈલ તસવીર અને હોસ્પિટલમાં પરિવારજનો - Divya Bhaskar
મૃતક મહિલાની ફાઈલ તસવીર અને હોસ્પિટલમાં પરિવારજનો
  • પિયરપક્ષે મોત અંગે સાસરિયાં સામે શંકા વ્યક્ત કરતા માહોલ ગરમાયો
  • મહિલાએ ઘરની બાજુની બિલ્ડીંગમાં જઈને કૂદીને આપઘાત કરી લીધો

સુરતઃ બારડોલી નગરમાં રહેતી 33 વર્ષીય પરણીતાએ રવિવારે સવારે પાટીદાર કોમ્પ્લેક્ષના પાંચમાં માળ પરથી નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી . પરિણીતાના મોત અંગે તેના પતિ અને સસરાએ 17 વર્ષથી ખેંચની બીમારી હોય, ડિપ્રેશનની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યુ હતું. જ્યારે મૃતકના પિતા અને પિયર પક્ષે પરિણીતાના મોત અંગે બારડોલી સરદાર હોસ્પીટલમાં શંકા વ્યક્ત કરી હતી.

હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બારડોલી નગરના અસ્તાન રોડ પર આવેલ  વિઠ્ઠલ બંગલોમાં રહેતા અને મૂળ સોનગઢના  સચિનભાઈ જયંતિભાઈ અગ્રવાલના લગ્ન 2006ની સાલમાં સુરત રહેતા રુચીતા બેન સાથે થયા હતા. તેમના લગ્ન ગાળા દરમિયાન બે સંતાન છે. ઘરકામ કરતાં 33 વર્ષીય રુચિતાબેન સચિનભાઈ અગ્રવાલ તા. 10 નવેમ્બરને રવિવારના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાજુમાં આવેલા પાટીદાર ભવનના પાંચમા માળેથી નીચે છલાંગ મારી હતી, નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી  તેમના પરિવારજનોએ પરિણીતાને બારડોલી સરદાર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે  રુચિતાબેન અગ્રવાલને મૃત જાહેર કરતાં ચકચાર મચી ગઈ હતી. 

હોસ્પિટલમાં વાતાવરણ તંગ બની ગયું હતું
ઘટના અંગે જાણ થતાં બારડોલી પી.આઈ.ગીલાતર સહિતનો સ્ટાફ બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં મૃતક પરિણીતાના પતિએ પોલીસને જણાવ્યુ કે રુચિતાબેન છેલ્લા 17 વર્ષથી ખેંચની બીમારીથી પીડાતી હતી. છેલ્લાં છ મહિનાથી તેમની ડિપ્રેશનની સારવાર ચાલતી હતી. આ બીમારીના કારણેતે ઘણી ટેન્શનમા રહેતી હતી, અને આ બીમારીઓથી કંટાળી હારી થાકી તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યુ હતું. જ્યારે મૃતક રુચિતાના પિતા અને પીયર પક્ષે સરદાર હોસ્પીટલમાં તેણીના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. સાસરિયાં પર અનેક આક્ષેપ કર્યા હતા ,જેને લઈ હોસ્પિટલમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે બારડોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.