તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 વર્ષના કિશોરે આગ લાગે એટલે મોબાઈલ પર રીંગ અને મેસેજ મોકલતું ડિવાઇસ બનાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈમાં અભ્યાસ કરતાં શિવે આગ સામે સેનસેફ ડીવાઇસ બનાવ્યું છે. - Divya Bhaskar
મુંબઈમાં અભ્યાસ કરતાં શિવે આગ સામે સેનસેફ ડીવાઇસ બનાવ્યું છે.
  • રોબો ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરાયેલા ડિવાઇસ
  • નવમાં ધોરણમાં ભણતા શિવ કંપણીએ ડિવાઈસ બનાવ્યું

સુરતઃતક્ષશિલા આગ હોનારત બાદ સરકારી તંત્ર સાથે લોકો પણ ફાયર સેફટીના મામલે એલર્ટ થઈ ગયા છે. ફાયરને લઈને કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા તૈયાર નથી. ત્યારે મુંબઈમાં નવમાં ધોરમમાં અભ્યાસ કરતાં 14 વર્ષના તરૂણે તૈયાર કરેલું સેનસેફ ડિવાઇસ ઘણું કામ આવે એવું છે. 

એક વર્ષની મહેનતે ડિવાઈસ બન્યું

સુરતની એકેડેમી સાથે સંકળાયેલા અને મુંબઈની સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય શિવ કંપણીએ એક વર્ષની મેહનત બાદ ડિવાઇસ તૈયાર કર્યું છે જે આગ લાગતાની સાથે જ સાયરન એલાર્મ તો વગાડશે પણ સાથે સાથે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ મોકલશે જ સાથે સાથે રીંગ પણ કરશે. શિવને કોચ કરનાર અશ્વિન શાહે જણાવ્યું કે અત્યાર સુધી આગ લાગે ત્યારે માત્ર સાયરન વાગતું અને જો આપણે આસપાસ હોય તો ઉપાય કરી શકીએ પણ સાયરન ના સંભળાય એવી સ્થિતિ હોય તો શું કરવું ? બસ એના જવાબ રૂપે જ આ શોધ થઈ છે.

દોઢ વર્ષ પહેલાં બિલ્ડીંગમાં લાગેલી આગથી પ્રેરણા મળી 

ડિવાઇસ બનાવનાર શિવ કંપાણીએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલાં અમારા બિલ્ડીંગમાં અમારા ફ્લેટની ઉપરના ફ્લોર પર આગ લાગી હતી. એ સમયે અમે કોઈ ઘરે ન હતા. આગ પ્રસરીને અમારા ફ્લેટ સુધી આવતા સુધીમાં રોકાઇ ગઈ હતી. પણ જો આગ ઘરમાં પ્રવેશી હોત તો ઘણું નુકશાન થાત. એ ઘટનાથી વિચાર આવ્યો કે એવું કંઈક હોવું જોઈએ જેથી બહાર હોઈએ તો પણ આગની જાણ થઈ શકે અને એ રીતે આ સેનસેફ ડીવાઇસનો જન્મ થયો.