તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં વીજદરમાં સબસિડી આપવાના નિર્ણયથી હવે હયાત એકમોમાં આંતરિક હરીફાઈ શરૂ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એવરેજ 150 મશીનોમાં માસિક ધોરણે થતાં રોકાણને સાચવવા હયાત એકમોને નવી પોલિસીમાં હાથતાળી
  • લાર્જર સ્કેલ એકમોએ 6 ટકા સબસીડીનો લાભ લેવો હોઇ તો 500 કારીગરોને અપાતી રોજગારી ચોપડે બતાવવી પડશે  
સુરત: ગુજરાત સરકારની 2019ની ટેક્સટાઇલ પોલીસીમાં નવા રોકાણ સામે 2 થી 3 રૂ.ની વીજ સબસીડી આપી દેવાઇ છે, પરંતુ હયાત એકમોને કોઇ જ લાભ નહી આપતાં બહારના રાજ્યની સાથે સ્થાનિક સ્થપાનારા નવા એકમો સાથે આંતરિક હરિફાઇ શરૂ થશે. તેવી ચિંતા સમગ્ર ટેક્સટાઇલ જગતમાં સેવાઇ રહી છે. એવરેજ 150 જેટલા મશીન માસિક ધોરણે થતાં રોકાણ થાય છે તેમાં હવે વધારો થશે.

ફોગવા, ફીયાસ્વી સહિત સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશને ગાંધીનગર ખાતે નવી ટેક્સટાઇલ પોલીસીમાં હયાત એકમોને પણ વીજ સબસીડીનો લાભ આપવા રજુઆત કરી હતી. જોકે શુક્રવારે જાહેર થયેલી ટેક્સટાઇલ પોલીસીમાં એચટી લાઇન ધરાવનાર નવા રોકાણકારોને પ્રતિ યુનિટ 2 જ્યારે એલટી લાઇન ધરાવનારને 3 રૂ.નું કન્સેશન આપવામાં આવ્યું છે. વીવર્સ અગ્રણી અને પાંડેસરાં વીવર્સ સોસાયટીના પ્રેસીડન્ટ આશિષ ગુજરાતી સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, અમે હયાત એકમોને પણ વીજ સબસીડીનો લાભ આપવા માંગ કરી હતી. મન્થલી એવરેજ 150 જેટલી ફાઇલ્સ ટેક્સટાઇલ મશીનરી માટે સબમીટ થતી હોઇ છે.

જોકે આ નવી મશીનરીમાં અપગ્રેડેશન વધશે પરંતુ મહારાષ્ટ્રની સાથે આંતરિક હરિફાઇ પણ વધી જશે. એક જ ઇન્ડસ્ટ્રીમાં બે અલગ રેટથી કાપડનું પ્રોડક્શન શરૂ થઇ જશે. ફોગવાએ હયાત એકમોને કેપીટલ તથા વીજ સબસીડીનો લાભ આપવા નવી પોલીસીમાં સુધારા અંગે રજુઆત મુખ્યમંત્રી સહિત શહેરના 12 ધારાસભ્યો અને બંન્ને સાંસદોને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...