સુરત / ગરમી વધતી ગઇ તેમ મતદાન પણ વધતું ગયું, આને કહેવાય જોશ, 11થી 3 વાગ્યા સુધીમાં 27% મતદાન

divyabhaskar.com

Apr 24, 2019, 02:29 AM IST
એકસાથે 150 મતદારોનું ટોળું વાજતેગાજતે મતદાન કરવા પહોંચ્યું
એકસાથે 150 મતદારોનું ટોળું વાજતેગાજતે મતદાન કરવા પહોંચ્યું

 • કુલ 64 ટકા મતદાન, ગયા વર્ષે 63.77 ટકા મતદાન થયું હતું
 • બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધોમધખતા તાપમાં લોકોએ ઊલટું 3 ટકા વધુ મતદાન કર્યું


સુરત : સામાન્ય સંજોગોમાં તો બપોરે એકથી ત્રણ વાગ્યાના સમયગાળામાં બળબળતા બપોરે લોકો મતદાન કરવા જવાનું ટાળે, પણ આજની સ્થિતિ જોઇએ તો આ સમયગાળામાં મતદારોએ સરેરાશ કરતા 3 ટકા વધુ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી જોઇએ તો સવારે 7થી 9ના બે કલાકમાં 10.08 ટકા મતદાન થયું હતું. 9થી 11માં 12.55 ટકા, 11થી 1માં 13.78 ટકા, બપોરે 1થી 3માં 13.37, 3થી 5માં 10.57 અને સાંજે 5થી 6માં 3.64 ટકા મતદાન થયું હતું.
શરૂના બે ક્લાકમાં માત્ર 10 ટકા મતદાન
સુરત બેઠક : સુરત બેઠકનું સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન શરૂઆતના બે કલાકમાં માંડ 10 ટકા થયું હતું. તેમાં પણ સુરત પૂર્વમાં માંડ 5.95 ટકા અને સૌથી વધુ ઓલપાડમાં 14.27 ટકા નોંધાયું હતું. કતારગામ શિશુ વિહાર સ્કૂલ ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર કાનજી રબારીની પોલીસ જવાન સાથે સિનિયર સિટીઝનને અંદર જવા અંગે બોલાચાલી થઇ હતી તેમાં જવાન સાથે હાથ ચાલાકી કરતાં અન્ય પોલીસ કર્મી દોડી આવી હતી.કોંગ્રેસના ટેબલો નજરે શોધતા જડ્યા ન હતાં.! કુબેરનગર, લાલદરવાજા, વેડરોડ, વરાછા, પૂર્વના બૂથો પર તો ગણ્યાં ગાંઠ્યા લોકોજ જણાયા હતાં. ગોલવાડ, નાણાંવટ સહિતના કોટ વિસ્તારોમાં ઈવીએમ મશીનો ધીમા ચાલતા લોકોની કતારો વધી ગઈ હતી.
અપૂરતી વ્યવસ્થા અને ઢગલાબંધ ફરિયાદ
નવસારી બેઠક: નવસારી લોકસભાના લિંબાયત અને ચોર્યાસી વિધાન સભાના લિંબાયત,ગોડાદરા,ડિંડોલી ભેસ્તાન વગેરે વિસ્તારમાં સવારથી જ મતદાતાઓની લાઈન લાગી ગઈ હતી. ઉધના અને મજુરા વિધાન સભા વિસ્તારમાં ઉધના ગામ, સિટીલાઈટ કે ઘોડદોડ રોડ વિસ્તારમાં સવારે સામાન્ય પરંતુ બપોરે વધારે પ્રમાણમાં મતદાન થયું હતું. ભાઠા,ભટલાઇ, મોરા,રાજગરી, ડુમસ, સુલતાનાબાદ ,ખજોદ, બુડીયા, ભીમરાડ, જીઆવ, તલંગપુરમાં વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત વોટીંગ કરતા વોટરોના નામ યાદીમાં ન હોવા ઉપરાંત વૃધ્ધ માટે મતદાન મથક સુધી આવવાની અપુરતી વ્યવસ્થા, કર્મચારીઓ દ્વારા કામની ઢીલાશ, સહિતની ઢગલા બંધ ફરિયાદો ઉઠી હતી.
શહેરી વિસ્તારોમાં જનજીવન ધબકતું રહ્યું
બારડોલી બેઠક: બારડોલી લોકસભા બેઠક પર સવારે 11 કલાક સુધીમાં 40 ટકા મતદાન બાદ બપોરે 1 પછી ઉદાસીનતા જોવા મળી હતી. પૂણા, સીમાડા. પાસોદરા, કઠોદરા અને સરથાણા વિસ્તારમાં કોંગ્રેસને ટેબલો ગોઠવવામાં કોઈ અડચણ નડી નહીં. વહેલી સવારે મતદાનના પ્રારંભ બાદ 9થી 11 દરમિયાન મતદાન માટે લાઈનો લાગી હતી. દિવસ દરમિયાન સૌથી વઘારે મતદાન આ સમયે થયું હતું, વરિષ્ઠ નાગરીકોમાં 90થી 98 વર્ષ સુધીનાએ પણ જાતે ચાલી મતદાન કર્યું હતું. યોગીચોકમાં વિકલાંગોએ પણ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. જ્યારે પરમસુખ ગુરૂકુળ ખાતે વિકલાંગોના મતદાન માટે રેમ્પ ન હોવાથી એક વિકલાંગે રોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં એક તરફ સન્નાટો હતો ત્યારે બારડોલી બેઠકના શહેરી વિસ્તારો પૂણા, સીમાડા, પાસોદરા, કઠોદરામાં જનજીવન ધબકતું રહ્યું હતું.
X
એકસાથે 150 મતદારોનું ટોળું વાજતેગાજતે મતદાન કરવા પહોંચ્યુંએકસાથે 150 મતદારોનું ટોળું વાજતેગાજતે મતદાન કરવા પહોંચ્યું
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી