તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ઇન્સ્પાયર ટુ એસ્પાયર’ પર વીરતા અને સાહસના સુરતમાં બે દાખલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત:  ભારત સેવા સંવાદ દ્વારા નેશનલ યુથ ડે-2019નું આયોજન કરવામાં આ‌વ્યુ હતુ. આ કાર્યક્રમ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં યોજવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની જન્મ-જયંતી નિમિત્તે આ કાર્યક્રમ ઇન્સપાયર ટુ એસ્પાયર થીમ પર રાખ‌વામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શરદ વિવેક સાગર, ચેતન ચીતા, પદ્મશ્રી કલ્પના સરોજ, પદ્મશ્રી જાદવ મોલાઇ પ્યાંગ, રાહુલ નાર્વેકર, સુરભી ગૌતમ, સાચી સોની, આશા ઝા, શિવાંકી પરિહાર, હરમિત દેસાઇ, પાયલોટ અને એફ-1 રેસર સ્નેહા શર્મા, ટડાર આનંગ, બિજલ ટેલકર અને યોગા ચેમ્પિયન ખુશીએ હાજરી આપી પોતાનાં જીવનાનાં કિસ્સાઓ જણાવ્યા હતા.

હું સીઆરપીએફની 45મી બટાલિયનનો કમાન્ડર હતો. જેમાં હું ફેબ્રુઆરી 2017માં કાશ્મીરના બાંદીપોરા એન્કાઉન્ટરમાં સામેલ હતો. મને ગોળીઓ વાગી હતી. તેમ છતા મેં 16 રાઉન્ડ ફાયર કર્યા તેમજ એન્કાઉન્ટર દરિયાન લશ્કરનાં કમાન્ડર અબુ મુસૈબને ઠાર માર્યો હતો. મને કુલ 8 ગોળીઓ વાગી હતી, જેમાંથી 5 ગોળી બુલેટ પ્રુફ જેકેટમાં ફસાયેલી હતી અને એક ગોળી જમણા હાથમાં, બીજી ગોળી ડાબા હાથમાં, ત્રીજી ગોળી જાંઘમાં વાગી હતી, તેમજ ગ્રેનેડનાં છરા પણ વાગ્યા હતા. ઇજાને કારણે મેં મારી ડાબી આંખ ગુમાવી દીધી હતી. નસીબથી મને મગજમાં ગોળી નહોતી વાગી પણ મગજ પર પડનાર ખતરનાક ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર વધી ગયુ હતું, બ્રેનમાં ક્લૉટ પણ હતા, જેનાં કારણે મારૂ ઓપરેશન કરવુ પડ્યુ હતુ. ઓપરેશન બાદ હું 25 દિવસ કોમામાં રહ્યો હતો. - ચેતન ચીતા

મને પહેલાથી જ સ્પિડ અને થ્રીલનો ઘણો શોખ હતો, હાલમાં હું ઇન્ડિગો એરલાઇન પાયલોટ છું અને કાર્ટીંગ મારૂ પેશન છે, હું જ્યારે નાની હતી ત્યારે હું સ્પોર્ટસ સાઇકલ ચલાવતી હતી. મારી સ્પિડનાં શોખને કારણે બાઇક ચલાવતી વખતે પણ હું ઘણા છોકરાઓને ઓવર ટેક કરતી અને થોડા આગળ ગયા બાદ મને બધા જ છોકરાઓ ગુડ ડ્રાઇવિંગનું કોમ્પ્લિમેન્ટ આપતા. ત્યારે મને અનુભવ થતો કે હું અન્ય છોકરીઓ જેવી નથી મારૂ ડ્રાઇવિંગ સારૂ છે. હું કોલેજમાં હતી ત્યારે મને ગો કાર્ટીંગનો શોખ હતો અને હું ગો-કાર્ટીંગની પ્રેક્ટીસ કરતી હતી. મારા પેરેન્ટ્સ મારા આ નિર્ણયની વિરુદ્ધ હતા કારણકે એમને એવુ લાગતુ હતુ કે મને કંઇ વાગી જશે કે કોઇપણ પ્રકારની ઇન્જરી આવશે તો મારા ફ્યુચરનું શું? પણ એ વાત હતી કે મારા ફ્લાઇંગનાં સપનાને લઇને એમણે મને ક્યારેય અટકાવી ન હતી.-સ્નેહા શર્મા

અન્ય સમાચારો પણ છે...