તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ઉમેદવારો સૌથી આગળ, કોંગ્રેસના બે ઉમેદવારોએ એફિડેવિટમાં કહ્યું કે, તેમની પાસે ઈ-મેઇલ સિવાય કશું જ નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગમાં સોજોથી ઓપરેશન અટકી પડ્યું હતું, દર્દીએ MLAને જ ટ્વિટ કરી દીધું - Divya Bhaskar
પગમાં સોજોથી ઓપરેશન અટકી પડ્યું હતું, દર્દીએ MLAને જ ટ્વિટ કરી દીધું

સુરત:  સુરત ,નવસારી અને બારડોલી લોકસભાના ઉમેદવારોએ એફિડેવિટમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી આપી છે. જેમાં સુરત અને નવસારીના ભાજપના ઉમેદવારો સૌથી વધુ સક્રિય છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની પાસે ઇ-મેઇલ સિવાય કશું નથી.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય સી.આર.પાટીલ

  • સી.આર.પાટીલ, નવસારી 3 ઈ -મેઇલ એડ્રેસ, ટ્વિટર, ફેસબુક એકાઉન્ટ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ, નમો એપ તેમજ પોતાની વેબસાઈટ છે .
  • દર્શના જરદોશ, સુરત : ફેસબુક પેજ,ટ્વિટર  એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
  • પરભુ વસાવા, બારડોલી : સોશિયલ મીડિયા પર ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
એફબી પર તુષાર ચૌધરી કોંગ્રેસના સૌથી વધુ સક્રિય ઉમેદવાર
  • ધર્મેશ પટેલ, નવસારી : ધર્મેશ પટેલનું ઈ -ઇમેલ એડ્રેસ સિવાય સોશિયલ મીડિયા પર કોઇ એકાઉન્ટ નથી.
  • અશોક પટેલ, સુરત : અશોક પટેલ પાસે માત્ર ઇ-મેઇલ એડ્રેસ સિવાય કોઇ એકાઉન્ટ નથી.
  • તુષાર ચૌધરી, બારડોલી : તુષાર ચૌધરી ઈ-મેઇલ એડ્રેસ ઉપરાંત ફેસબુક એકાઉન્ટ છે. 
તમામ ઉમેદવારોમાં એફબી પર સીઆર પાટીલના ‘ફેન ફોલોઅર સહુથી વધુ, સહુથી ઓછા ધર્મેશ પટેલના
  • ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલી એફિડેવિટમાં જણાવ્યા ઉપરાંત પણ ઉમેદવારોના નામે સોશિયલ મીડિયા પર ઘણા પેજ જોવા મળે છે.સીઆર પાટીલના ઓફિસશિયલ એકાઉન્ટ અને પેજ ઉપરાંત પણ 5થી વધુ પેજ એવા છે જે પેજ પર સીઆર પાટીલ વિષે અપડેટ કરવામાં આવે છે.જેમાં ‘સીઆર પાટીલ ફેન કલબ’ અને ‘ફેન કલબ ઓફ સીઆર પાટીલ’નો સમાવેશ થાય છે.
  • અશોક પટેલ અને ધર્મેશ પટેલે એફિડેવિટમાં ભલે પોતાનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ન હોવાનું જણાવ્યું હોય પણ એમના પણ ફેસબુક એકાઉન્ટ અને પેજ છે જેની પર હજારો લાઈક જોવા મળે છે.સહુથી વધુ લાઈક ધરાવતું પેજ સીઆર પાટીલનું છે જેને 3,09,000 લાઈક મળી છે અને સહુથી ઓછી લાઈક ધર્મેશ પટેલના પેજને 21,000 લાઈક મળી છે.તમામ ઉમેદવારોની ડે ટુ ડે અપડેટ પેજ પર જોવા મળે છે.

પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવી આયુષ્માન ભારત યોજનાનો સંદર્ભ આપ્યો

  • ડિંડોલીના 21 વર્ષિય હીરાલાલ પાટીલની બાઇક ગત શનિવારે સ્લીપ થતાં તેને ડાબા પગમાં ફેક્રચર થયું હતું. તે એક અઠવાડિયાથી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી તેના પગનું ઓપરેશન નહીં થતાં તેને ભારે તકલીફ પડે છે. 
અન્ય સમાચારો પણ છે...