તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત પાલિકા ખાલીખમ તિજોરી ભરવા કયાં પગલાં લેશે તેના પર સુરતીઓની નજર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનો પર પરોક્ષ રીતે વેરો વધારાવાની સંભાવના
  • આજે મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરાશે

સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું રિવાઇઝ અને આગામી નાણાકીય વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ શુક્રવારે વિધિવત રજૂ કરાશે ત્યારે શહેરના વિકાસ કામોની ગતિ જળવાઇ રહે છે કે નહીં તેમજ શહેરીજનો પર યુઝર ચાર્જનું ભારણ વધશે કે ઘટશે તે મામલે શહેરીજનોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. પાલિકા કમિશનરે છેલ્લા દોઢ મહિનામાં ઢગલાબંધ બજેટ રિવ્યૂ મિટીંગના નિષ્કર્ષ અંતે બનાવેલું સૂચિત બજેટ 50 લાખથી વધુ શહેરીજનો માટે કેવું રહે છે તે આગામી વિકાસની દિશા નક્કી કરનારો બની રહેશે. 

 

સુરતને સ્માર્ટ 50 લાખથી વધુ શહેરીજનો પર નવા કોઇપણ પ્રકારના કરવેરા વગરના બજેટની અપેક્ષાઓ જોવાઇ છે. ગત વર્ષના બજેટનું કદ વધારવાની સાથે નવા આઇકોનિક પ્રોજેક્ટ પાછળ કરાયેલી ખર્ચની જોગવાઇ ઉપર કદાચ આ વખતે કાતર ફેરવાય પણ પાલિકા તંત્ર મોડલ પ્રોજેક્ટને વળગી રહે તેવું કહેવાય રહ્યું છે. ગયા બજેટમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ, સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ માટે 278 કરોડ રૂપીયા આઉટકમ બેઇઝ્ડ બજેટમાં 1442 કરોડના ખર્ચે કુલ 432 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા વર્ષના બજેટનું કદ અને કેપિટલ કામોની સંખ્યા પણ આકર્ષણ બની રહેશે. આજના બજેટમાં આવકના સ્ત્રોત ઉપર પણ ધ્યાનાકર્ષણ કરાયું છે. ઝોન સ્તરે નજર કરીએ તો મોડલ રોડ, પ્લે ગ્રાઉન્ડ, શાળા ભવન, શાકમાર્કેટ તો ગાર્ડન નિર્માણના કામો સિવાય કોઇ મેગા પ્રોજેક્ટની સ્થિતિ હજુ સ્પષ્ટ ન થઇ હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું તેનો અંદાજ ગુરુવાર મોડે સુધી ચાલેલી બેઠક પરથી પણ લગાવાયો હતો.

 

ફાયરના બજેટમાં 10 કરોડથી વધુનો ઘટાડો


વર્ષ 2018-19ના ્નાણાંકીય વર્ષના બજેટમાં ફાયર માટે 23 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. પરંતુ વર્ષ 2019-20માં 10 કરોડનો ઘટાડો કરાશે એવું સૂત્રો જણાવી રહ્યાં છે. પાલિકાના પૂર્ણકક્ષાના બજેટમાં જ સ્માર્ટ સિટીના 200 કરોડના પ્રોજેક્ટને પણ સમાવી લેવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...