તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીપીના આદેશથી 5 મહિને ફોન ચોરીનો ગુનો નોંધ્યો, FIR માટે ગયો તો વિદ્યાર્થીને 5 કલાક બેસાડી રખાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ગત ઓગસ્ટમાં કરેલી અરજી પાછી ખેંચવા માનદરવાજા ચોકીમાં પોલીસે કહ્યું હતું
સુરત: અઠવાની કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા નિલેશ રઘુનાથ પાટીલ(રહે, તુલસીધામ, ડિંડોલી)નો 23મી જુલાઈએ સવારે કોલેજ જવા નીકળ્યો ત્યારે રિક્ષામાંથી ઉધના દરવાજા પાસે 5 હજારનો ફોન ચોરી થયો હતો. ચોરી અંગે વિદ્યાર્થીએ પોલીસ કમિશનર અને ખટોદરા પોલીસમાં અરજી કરી હતી. 5 માસ પછી ખટોદરા પોલીસે આ કેસમાં વિદ્યાર્થીની ફરિયાદ લીધી છે.

મને પોલીસે ઓગસ્ટ-18માં માનદરવાજા પોલીસ ચોકીમાં પણ બોલાવ્યો હતો. જ્યાં પોલીસકર્મીએ મને કહ્યું કે, ‘તારો મોબાઈલ તો કંઈ મળવાનો નથી, પોલીસ કમિશનર કચેરીમાં તે ફરિયાદ કરી છે એટલે અમારો માથાનો દુખાવો વધી જાય છે’ પાછી ફરિયાદ ખેંચી લો. મેં તે વખતે ફરિયાદ પાછી ખેંચી લીધી. સોમવારે ખટોદરા પોલીસમાં બપોરે 1થી સાંજે 6 વાગ્યા સુધી બેસાડી રાખી ગુનો નોંધ્યો હતો. મારૂં ભણવાનું પણ બગડ્યું હતું. - નિલેશ પાટીલ, વિદ્યાર્થી

અમે તો સામેથી બોલાવીને ફરિયાદ લીધી છે. વિદ્યાર્થી તો ફરિયાદ આપવાનું ના પાડતો હતો. અગાઉ તેની સાથે શું થયું તે અંગે મને કોઈ જાણકારી નથી. - એમ.બી.ખિલેરી, પીઆઈ, ખટોદરા પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો