સુરત / 2014 અને 2019માં મતદાનની ટકાવારી ત્યાંની ત્યાં જ, ભાજપની લીડ વધવાની શક્યતા નહિવત

The percentage of voting in 2014 and 2019, there is no possibility of increasing BJP's lead

divyabhaskar.com

Apr 24, 2019, 02:46 AM IST

સુરત : સુરત અને નવસારી લોકસભા બેઠક પર વર્ષ 2014 થયેલા મતદાન અને આ વખતે થયેલા મતદાન આંકડાઓમાં વધુ ફરક નથી.વર્ષ 2014માં સુરત બેઠક પર 63.77% મતદાન થયું હતું જયારે આ વખતે 63.99 ટકા મતદાન નોંધાયું છે.આવી જ રીતે વર્ષ 2014માં નવસારી લોકસભા બેઠક પર 65.12%મતદાન થયું હતું અને આ વખતે 66.34% મતદાન નોંધાયું છે.મતદાનની ટકાવારી જોતા ભાજપનું લીડ વધારવાનું સપનું સાકાર થાય એમ લાગતું નથી.રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે જણાવ્યું હતું કે ગત ચૂંટણીના મતદાન અને આ વખતેના મતદાનમાં વધુ ફરક ન હોવાથી ભાજપની લીડ વધે એવી શક્યતા ઓછી છે. 5થી 7 ટકા જટલું પણ વધુ મતદાન થયું હોત તો ભાજપની લીડ વધવાની શક્યતા હતી.
સુરત: 0.22 ટકા વધ્યું

વિધાનસભા 2014 2019
ઓલપાડ 64.95% 64.00%
સુરત પૂર્વ 66.53% 67.62%
સુરત ઉત્તર 64.06% 62.05%
વરાછા રોડ 59.45% 58.34%
કરંજ 57.05% 55.59%
કતારગામ 63.22% 66.12%
સુરત પશ્ચિમ 68.83% 70.32%
કુલ મતદાન 63.77%

63.99%

નવસારી: 0.98 ટકા વધ્યું

વિધાનસભા 2014 2019
લીંબાયત 63.91% 63.61%
ઉધના 58.08% 59.26%
મજુરા 65.39 % 64.14%
ચોર્યાસી 57.51% 61.96%
જલાલપોર 70.02% 70.67%
નવસારી 71.33% 71.19%
ગણદેવી 73.74% 75.29%
કુલ 65.12 % 66.10%

દર બે કલાકે થયેલું મતદાનની ટકાવારી

સમય 7થી 9 9થી 11 1થી 11 1થી 3 3થી 5 5થી 6
નવસારી 9.52 24.22 41.25 52.97 61.88 66.34
સુરત 10.08 22.63 36.41 49.78 60.35 63.99

X
The percentage of voting in 2014 and 2019, there is no possibility of increasing BJP's lead

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી