તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણામાં કિશોરી સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ યુવકે બળાત્કાર ગુજાર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • યુવક સાથે સંબંધ તોડી નાખતાં ફોટો જાહેર કરવાની ધમકી આપી
સુરત: સરથાણામાં યુવકે 17 વર્ષિય કિશોરી સાથે પ્રેમ-સંબંધ બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદ કિશોરીને બ્લેકમેલ કરીને તેના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સરથાણામાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 17 વર્ષિય રાગીની( નામ બદલ્યું છે) ધો. 11માં તેજ વિસ્તારમાં અભ્યાસ કરે છે. એક બહેનપણીના માધ્યમથી તેણીની ઓળખાણ આરોપી અતુલ રમેશ વેકરિયા (ઉ.વ.22, રહે. બાપા સીતારામ કાર મેળાની ઓફિસમાં, સીમાડા) સાથે થઈ હતી. ઓળખાણ અને મિત્રતા બાદ વાત પ્રેમમાં પરિણમી હતી. તે દરમિયાન આરોપી અતુલે રાગીની સાથે શરીર સંબંધ બનાવ્યો હતો. રાગીનીના ઘરમાં ખબર પડતા અતુલ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. છતાં અતુલ તેની સાથે સંબંધ જાળવી રાખવા માંગતો. રાગીનીએ સંબંધ રાખવાની ના પાડતા અતુલે ફોટો વાઇરલ કરવાની ધમકી આપી હતી. રાગીનીએ અતુલ વિરૂદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉધનામાં ભીમનગર આવાસમાં 35 વર્ષિય નરાધમ પિતાએ 13 વર્ષિય સગી દીકરીની છેડતી કરી છે. ભીમનગર વિસ્તારમાં રહેતો રાકેશ( નામ બદલ્યું છે) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેની 13 વર્ષિય દિકરી રીના( નામ બદલ્યું છે) દસેક દિવસ પહેલા રાત્રે રાકેશે તેની દીકરીના શરીર પર હાથ ફેરવી છેડતી કરી હતી. રીનાએ તેની માતાને આ બાબતે જાણ કરી હતી. તેની માતાએ રાકેશને ઠપકો આપતા મા -દિકરીને મારી નાખવાની અને જાતે મરી જવાની રાકેશે ધમકી આપી છેડતી ચાલુ રાખી હતી. ત્રાસીને રીનાની માતાએ પતિ વિરુદ્ધ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાકેશની ધરપકડ કરાઇ છે.

પાર્લે પોઈન્ટ ખાતે રહેતા કમલેશ મોદીના 2004માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સંતાનમાં એક દિકરી છે. લગ્નના થોડા વખતમાં બન્ને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. જેના કારણે મામલો ફેમિલી કોર્ટમાં ગયો હતો અને બન્ને જણા 2016માં છુટાછેડા લીધા હતા. પત્ની સાથે છુટાછેડા થયા હોવા છતાં કમલેશ મોદી પત્નીના મોબાઈલ ગંદા મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઘટના અંગે પૂર્વ પત્નીએ ઉમરા પોલીસમાં છેડતીની ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે રવિવારે તેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો