તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 કરોડ વધારી કેન્દ્ર સરકારે 971 કરોડ મંજૂર કર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના 11 આઉટલેટ્સ માટે 162 કરોડ,સુડાના 15 આઉટલેટો માટે 645.74 કરોડ
 • જેના સ્મરણ માત્રથી પાપ ધોવાય છે તે તાપીની શુદ્ધિની શરૂઆત માટે 11 વર્ષ લાગ્યાં  
સુરત: તાપી શુદ્ધિકરણને ચૂંટણીનો સમય ફળ્યો છે. સોમવારે દિલ્હી ખાતે કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સેક્રેટરી સમક્ષ  રજુ કરાયેલા પ્રેઝન્ટેશન માં તાપી માટે રૂપિયા 971 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.  અગાઉ પ્રોજેક્ટની કોસ્ટ 922 કરોડ હતી જેમાં નિષ્ણાંતોના સૂચનથી 50 કરોડનો વધારો કરાયો હતો. કેન્દ્ર અને રાજ્યના 60 અને 40 ના રેસિયો પ્રમાણે કેન્દ્રથી 583.63 કરોડ મળશે.IIT રૂરકીના મુલ્યાંકન બાદ એનઆરસીપીએ સુચવેલા વધારા બાદ પ્રોજેક્ટ રૂપિયા 971.25 કરોડ જેટલો થયો હતો. મગદલ્લા ઓએનજીસી બ્રિજથી લઈ ને કાંકરાપાર વિયર સુધી ના 85 કિ.મી. તાપી નદી પરના આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પાલિકા કમિશનર એમ.થેન્નારસન, સિટી ઈજનેર ભરત દલાલ, ડ્રેનેજ ઈજનેર ઈ.એચ.પઠાણે કર્યું હતું.    વર્ષ 2007થી તાપી શુદ્ધિકરણની વાત શરૂ થઇ હતી પરંતુ આનો ડીપીઆર છેક 9 માર્ચ 2017 ના રોજ પાલિકા એ તૈયાર કર્યો હતો.

1) મંજૂરી બાદ સુરતીઓ પૂછી રહ્યાં છે: ફંડ ક્યારે મળશે ? કામ ક્યારે શરૂ કરાશે ?

 • 411.55 પ્રોજેક્ટ એરિયા ચોરસ કિલો.
 • 352.12 ડ્રેનેજ લાઈનની લંબાઈ
 • 73 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા 
 • 44 આઉટલેટોની સંખ્યા
 • 04 રીવર ફ્રન્ટ પાર્કની સંખ્યા 
 • 08 ઓર્ગેનિક વર્મી કમ્પોઝ પ્લાન્ટ 
 • 01 વીડ હા‌ર્વેસ્ટ મશીન સંખ્યા 

ડીપીઆર પ્રમાણે પાલિકાના 162.10 કરોડના પ્રોજેક્ટ માટે 20 ટકા પ્રમાણે 32.42 કરોડ ખર્ચવા પડશે. સુડા વિસ્તારમાં 645.74 કરોડના પ્રોજેક્ટ હોઈ 20 ટકા પ્રમાણે સુડા ને 129.15 કરોડનો ખર્ચ થશે બાકીના 161.20 કરોડ ના અને 2.21 કરોડના રાજ્ય સરકાર વિસ્તારના પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકાર 20 ટકા ફાળો આપશે

પાલિકાના રાંદેરથી લઈ વરાછા વિસ્તારના કુલ 11 આઉટલેટને ઈન્ટરસેપ્ટ કરી તેના કલેકશન, ટ્રાન્શમીશન અને ટ્રીટમેન્ટ કરાશે તે માટે રૂપિયા 162.10 કરોડ ખર્ચ થશે. સુડા વિસ્તારમાં કુલ 15 ફળિયા-ગામડા નગરોને તથા રાજ્ય સરકારના કોલીવાડથી કડોદ સુધીના કુલ 59 જેટલા ફળિયા-ગામડા આવરી લઈને તેના ગંદા પાણીને નદીમાં ભળતા રોકવા ટ્રીટમેન્ટ કરી તેના નિકાલ કરવાનું આયોજન છે. 202 કિ.મી. ડ્રેનેજ નેટવર્ક, 36 જેટલા સુએઝ પંપીગ સ્ટેશન તથા 31 જેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તેને લગતી કામગીરી પાછળ રૂપિયા 645.74 ખર્ચ થશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો