તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં મહિલા હોમગાર્ડસની છેડતી કરનારા ઝોન-સીના ઓફિસર કમાન્ડિંગ ને માર મારનાર ઇનચાર્જ મહિલા સામે બે મહિને ગુનો દાખલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: પરેડ ગ્રાઉન્ડ પર આવીને મહિલા હોમગાર્ડને ટર્ન આઉટ ચેક કરવાના બહાને શરીરને સ્પર્શ કરી છેડતી કરનારા બનાવમાં ઉધના પોલીસ સ્ટેશનમાં હોમ ગાર્ડના ઓફિસર કમાન્ડિંગ સોમનાથસિંહ અને મહિલા  ઇનચાર્જ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે મહિના પહેલા મહિલા હોમગાર્ડોએ મળીને પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. તા. 2 નવેમ્બર 2018ના રોજ સોમનાથ અને ભાવના વિરુદ્ધ સીપીને અરજી કરી હતી. અરજીની તપાસમાં પોલીસે બે મહિના લીધા હતા. હવે પોલીસ ફરિયાદની તપાસ કરશે.  

 

ગયા નવેમ્બરમાં પોલીસ કમિશનરને મહિલા હોમગાર્ડોએ છેડતી થતી હોવાની અરજી કરી હતી

 

સીપીને કરાયેલી અરજીના આધારે રવિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ કર્મચારી 47 વર્ષિય માનસી( નામ બદલ્યું છે) એ આરોપી સોમનાથસિંહ ગોવિંદસિંહ ગહરેવાર અને ભાવના ચીમન  કંથારિયા( બંને રહે ડિંડોલી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જુલાઈ 2018માં સવારે ઉધના સાઉથ ઝોન ગ્રાઉન્ડમાં પરેડ હતી ત્યારે સોમનાથસિંહ અને ભાવના પરેડમાં આવ્યા હતા. સોમનાથસિંહે ટર્ન આઉટ ચેક કરવા લાગ્યા હતા. ત્યારે મહિલા હોમગાર્ડની નેમ પ્લેટ સાધારણ વળેલી હતી તે નેમ પ્લેટને હાથથી પકડીને સીધી કરવાના બહાને છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો. પાછળના ભાગે આવીને બેલ્ટ કેમ ઢીલો છે તેમ કહીને પેન્ટના ભાગે હાથ વડે શરીરને સ્પર્શ કર્યો હતો. તે સમયે જ માનસીએ વાંધો લીધો હતો. તે સમયે સોમનાથસિંહ અને ભાવનાએ માનસી સાથે ઝઘડો કરીને બીજાને વાંધો નથી તો તને શું વાંધો છે કહીને તારાથી થાય તે કરી લેવાનું કહ્યું હતું.

 

 

31 ઓક્ટોબરના રોજ નાનપુરા બહુુમાળી બિલ્ડિંગના પાર્કિંગમાં સવારે એકતા પરેડ હતી ત્યારે માનસી સહિતના હોમગાર્ડની નોકરીની વહેંચણી કરી ન હતી. આ બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે ભાવનાએ કહ્યું કે જો સારી નોકરી જોઈતી હોય તો સાહેબ સાથે ફરવા જવું પડશે.તેનો વિરોધ કરતા ભાવનાએ માનસી સાથે મારામારી પણ  કરી હતી.ઉફરાંત બંનેએ ધમકી આપી હતી કે હોમગાર્ડમાંથી છુટી કરી નાખીશું. ત્રસ્ત હોમગાર્ડોએ 2 નવેમ્બર 2018ના રોજ પોલીસ કમિશનરને સોમનાથ અને ભાવના વિરુદ્ધ અરજી કરી હતી. તે અરજીની તપાસ કર્યા બાદ બંને વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.