તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોન એડિક્શનથી ડોક્ટર મિત્રનું ઘર તૂટ્યું ,ન રહેવાતાં મેં મારા ક્લિનિકમાં જ ડી-એડિક્શન સેન્ટર શરૂ કર્યું!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ, કોલેજો તેમજ ઔદ્યોગિક એકમોમાં સેમિનાર યોજાશે
મેહુલ પટેલ,સુરતઃ મોબાઈલ એડિક્શનને લીધે પોતાના ડોક્ટર મિત્રના છૂટાછેડા થઇ જતા એક ડોક્ટરે પોતાની ડોક્ટર પત્ની સાથે લોકોમાં સ્માર્ટફોનના ઉચિત ઉપયોગ બાબતે જાગૃકતા લાવવા મોબાઈલ ડી-એડિક્શન સેન્ટરની શરૂઆત કરી છે.ડો.કેતન રાણપરીયા અને તેમના પત્ની ડો.મિત્તલ રાણપરીયા કહેવા મુજબ મજૂરાગેટ ખાતે તેઓના ક્લિનિકમાં શરુ કરાયેલું મોબાઈલ ડી-એડિક્શન સેન્ટર ગુજરાતનું પહેલું આ પ્રકારનું સેન્ટર છે.ડી એડિક્શન સેન્ટર પર સ્માર્ટ ફોનના બંધાણી બની ગયેલા લોકોના કાઉન્સિલિંગ ઉપરાંત ડોક્ટર દંપતી શહેરની વિવિધ શાળા, કોલેજો, ઔદ્યોગિક એકમો તથા સામાજિક સંસ્થામાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રકારના નિઃશુલ્ક સેમિનાર પણ કરશે.

શહેરના કિશોરોમાં પબ-જી નામની મોબાઈલ ગેમ લોકપ્રિય થઇ રહી છે.કલાકો સુધી વિદ્યાર્થીઓ અને યુવકો આ ગેમ રમવામાં વ્યસ્ત જણાય છે.શહેરની કેટલીક શાળાઓએ તો પબ-જી ગેમ વિદ્યાર્થીઓ માટે ખતરનાક હોવાની ચેતવણી વાલીઓને પણ આપી છે.થોડા સમય અગાઉ બ્લ્યુ વ્હેલ ગેમ પર સરકારે પ્રતિબંધ મુકવો પડ્યો હતો જોકે પબ-જી અને બ્લ્યુ વ્હેલ ગેમનું ફોર્મેટ અલગ છે પણ બંને ગેમમાં રમનારને ટાસ્ક આપવામાં આવે છે જે પુરા કરવાના હોય છે.કલાકો સુધી કિશોરો આ ગેમ રમતા જોવા મળી રહ્યા છે.  

ડો.કેતન રાણપરીયાએ જણાવ્યું હતું કે જેને સ્માર્ટફોનનું એડિક્શન થઇ ગયું હોય એ પોતે આ વાત સ્વીકારવા તૈયાર નહિ થાય ખાસ કરીને વિદ્યાર્થીઓ જો મોબાઈલનો અતિ ઉપયોગ કરતા જણાય અને સ્વભાવમાં ફેરફાર જણાય તો વાલીએ પોતાના બાળકનું કાઉન્સિલિંગ કરાવી આ લત છોડાવવી જોઈએ.

મજૂરાગેટ ખાતે મોબાઈલ ડી એડિક્શન સેન્ટર શરુ કરનાર ડો.કેતન રાણપરીયા (એચઆઇવી/એઇડ્સ સ્પેશ્યાલીસ્ટ)એ જણાવ્યુ હતું કે આજે મોટા ભાગના લોકો થોડો સમય પણ મોબાઈલ કે ઈન્ટરનેટ વગર રહી શકતા નથી. સુતા પહેલા કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરવો, બાળકોમાં વાલીઓ દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવાની ના પડાતા ગુસ્સે થવું, બાજુમાં બેઠેલ મિત્ર કરતા ઓનલાઈન મિત્ર સાથે વાત કરવી વધારે પસંદ કરવું, શારીરિક પ્રવૃતિને બદલે મોબાઈલનો ઉપયોગ કરવો, મિત્ર અને પરિવારના સભ્ય સાથેના સમયમાં ઘટાડો થવો, ઊંઘ ઘટી જવી, ડોકમાં કે હાથના અંગુઠામાં દુખાવો થવો, આ બધુ મોબાઈલના વ્યસનની નિશાની હોય શકે છે. જો તમે, તમારા પરિવારજનો કે તમારા બાળકો આવી કોઈપણ તકલીફથી પીડાતા હોય તો તુરંત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. વ્યક્તિ મોબાઈલ ડી એડિક્શન સેન્ટરમાં પણ કાઉન્સિલિંગ માટે આવી શકે છે