તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીમાં રામમંદિર બનાવવા સિવાય ઉતરવું આત્મહત્યા સમાન હશેઃ સુબ્રમણ્યમ સ્વામી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની મુલાકાતે આવેલા સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયા સાથે વાતચીત કરી હતી - Divya Bhaskar
સુરતની મુલાકાતે આવેલા સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયા સાથે વાતચીત કરી હતી
  • સુપ્રિમ કોર્ટ સરકારથી ઉપર નથી,સુપ્રિમ કોર્ટ એક સ્તંભ છેઃ સ્વામી
  • આલોક વર્માને હાંકી કાઢવાથી સીબીઆઈ ડીમોરલાઈઝ થઈ છે
  • રામમંદિર બનશે તો ગઠબંધનને પાંચ સીટ પણ નહીં મળે
સુરતઃ ગ્લોબલ ઇન્વેસ્ટર કોંફરન્સમાં ભાગ લેવા માટે સુરત આવેલા સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રામમંદિર વિના ચૂંટણીમાં ઉતરવું એ આત્મહત્યા સમાન હશે. 2019નું ઇલેક્શન ફક્ત રામમંદિર પર જ લડાશે. ભાજપે ચૂંટણી જીતવી હોય તો રામમંદિર બનાવીને જ જીતી શકાય છે. આ માટે સુપ્રીમ કોર્ટની રાહ જોવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે મહાગઠબંધન થયું છે તે જાતિવાદી રાજકારણનો ભાગ છે ભાજપે તેનાથી ઉપર ઉઠવું પડશે.

આલોક વર્મા ખૂબ જ પ્રમાણિક અધિકારી હતા. રાકેશ અસ્થાનાને સીબીઆઈના વડા બનવું હતું. એટલે એમણે સીવીસીમાં ફરિયાદ કરી હતી. સીવીસી સરકારથી ઉપર નથી. સીવીસીના ચીફ પર આકરા પ્રહાર કરતા સ્વામીએ કહ્યું કે તે પણ ભ્રષ્ટાચારી છે. આલોક વર્મા મામલે નરેન્દ્ર મોદીને તેના કાયદાકીય સલાહકારોએ મિસગાઈડ કર્યા છે. તે તમામની હકાલપટ્ટી કરી દેવી જોઈએ. આલોક વર્માને હાંકી કાઢવાથી સીબીઆઈ ડિમોરલાઈઝ થઈ છે.