તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગો પર ચાંપતી સુરક્ષા: રાત્રે પણ રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઘનિષ્ઠ વાહન ચેકિંગ, સંવેદનશીલ  વિસ્તારોમાં પોલીસ તૈનાત
 • શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનો અને મુસાફરોના સામાનની તપાસ
વડોદરા: ભારતીય વાયુસેનાએ મંગળવારે મળસ્કે પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદીઓને ફૂંકી મારતાં લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ હાઇએલર્ટના પગલે ઉદ્યોગો પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. આ ઉપરાંત શહેર-જિલ્લાની પોલીસે  નાકાબંધી કરી ઘનિષ્ઠ વાહન ચેકિંગ કર્યું હતું તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસને તૈનાત કરી દેવાઇ હતી

સ્ટેટ પોલીસ કંટ્રોલરૂમમાંથી હાઇએલર્ટનો મેસેજ મળતાં જ શહેર-જિલ્લાની પોલીસને સતર્ક કરી દેવાઇ હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિતના સ્ટાફને કાયદો અને વ્યવસ્થાની જાળવાવ ઉપરાંત શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવાની સૂચના આપતાં પોલીસે ઠેર ઠેર વાહન ચેકિંગ કર્યું હતું. રાત્રે પણ રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં કોઇ અણબનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. સ્વયં પોલીસ કમિશ્નરે માંડવી સહિતના વિસ્તારોમાં જઇ નિરીક્ષણ કર્યું હતું. રિફાઇનરી, હેવી વોટર પ્લાન્ટ, જીએસીએલ, જીએસએફસી, રિલાયન્સ  સહિતના ઉદ્યોગોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે. રેલવે પોલીસે પણ ટ્રેનો તેમજ પ્લેટફોર્મ સહિતના વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો