લોકસભા / નવસારી લોકસભાની ચૂંટણીમાં પાટીલ VS કોળી પટેલ સમાજ વચ્ચે સમરાંગણ

Navsari Loksabha Elections between Parish VS Koli Patel Samaj Parishad
Navsari Loksabha Elections between Parish VS Koli Patel Samaj Parishad

  • જીઆવમાં કોળી પટેલ સમાજનું સંમેલન કોંગ્રેસ સમર્થકો પુરતું જ સિમિત રહ્યું
  • સમાજની વ્યક્તિ ચૂંટાશે તો સમાજનું કામ થશે: પીઠાવાલા

divyabhaskar.com

Apr 16, 2019, 01:00 AM IST

સુરત: જીઆવમાં સુરત જિલ્લા કોળી પટેલ સમાજના સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હાજર રહેલા મોટાભાગના લોકો કોંગ્રેસ તરફી હોવાથી સંમેલન કોંગ્રેસ સમર્થકો સુધી સિમિત રહ્યું હતું. અખિલ ભારતીય કોળી પટેલ સમાજ ગુજરાતના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ કહ્યું હતું કે, સી.આર.પાટીલે કોળી સમાજની અવગણના કરી છે. બહારથી પોતાના સમાજના માણસોને સુરતમાં લાવી હજીરા પટ્ટાની કંપનીઓમાં નોકરી અપાવી છે. કોળી સમાજના એક પણ વ્યક્તિને રોજગારી અપાવી નથી.
તેમણે કહ્યું કે, સમાજનો વ્યક્તિ હોદ્દા પર હશે તો સમાજનું કામ કરશે અને જો કામ નહીં કરે તો પણ કાન પકડીને કામ કરાવીશું. આ સંમેલનમાં ભાજપ સમર્પિત કોળી સમાજના અગ્રણીઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. ભાજપના ધારાસભ્ય ઝંખના પટેલ, સુરત કોળી સમાજના પ્રમુખ હિતેશ પટેલ સહિતના અગ્રણીઓ દેખાયા ન હતા.
શું આખા દેશમાં મોદી સમાજનાં 13 કરોડ લોકો ચોર છે? બોઘાવાલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચારમાં ‘ચોકીદાર ચોર હૈ અને મોદી ચોર હૈ' જેવા શબ્દો પ્રયોગ કરતા હોય છે.જેને પગલે સોમવારે રાહુલ ગાંધી વિરુધ્ધ મોઢ વણિક સમાજ દ્વારા નાનપુરા વિવેકાનંદ પ્રતિમા નજીક ધરણા કરવામાં આવ્યા હતા.જેમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભાજપના કોર્પોરેટર હેમાલી બોઘાવાલા જોડાયા હતા.
જેમાં હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે શું દેશમાં મોદી સમાજના 13 કરોડ લોકો ચોર છે ? સાથે તેમણે જણાવ્યું હતું કે સુરતી મોઢવણિક સમાજ અને મોઢ ઘાંચી સમાજ ગુજરાતમાં મોદી સમાજના નામે ઓળખાય છે. તો શું મોઢ મણિક અને મોઢ ઘાંચી સમાજ ચોર છે? આમ તેમણે રાહુલના નિવેદનનો વિરોધ કર્યો હતો. નીરવ મોદીના કિસ્સાનો ઉલ્લેખ કરતી વખતે માત્ર મોદી શબ્દ વાપરવા સામે પણ સમાજે વિરોધ નોંધાવ્યો હતો.
X
Navsari Loksabha Elections between Parish VS Koli Patel Samaj Parishad
Navsari Loksabha Elections between Parish VS Koli Patel Samaj Parishad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી