તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં સિવિલમાં સ્ટ્રેચર ન મળતા વૃધ્ધા મા પુત્રને ઢસડીને લઈ જાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં માંદગીની સારવાર તો થાય છે પણ સિવિલ તંત્ર પોતે માંદગીમાંથી બહાર આવતું નથી. સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, દર્દીઓના કલ્યાણ માટે બનેલી રાજકોટની રોગી કલ્યાણ સમિતિને દર વર્ષે 4.5 કરોડની ગ્રાન્ટ મળે છે.

 

કરોડો રૂપિયા પગાર, ભથ્થા અને મેન્ટેનન્સ માટે વપરાઈ જાય છે આમ છતાં સ્ટ્રેચરની ક્ષુલ્લક સુવિધા ન હોવાથી  એક મા પોતાના યુવાન પુત્રને ઢસડવા મજબૂર બની છે, એવો પુત્ર કે જે માનસિક નબળો છે અને શરીર સતત કાંપે છે છતાં માતાને બહુ શ્રમ પડે એટલે કાંપતા હાથે ઢસડાય છે. ઓર્થોપેડિક વિભાગથી માત્ર 200 મીટર દૂર રિક્ષા સુધી પહોંચવા માતા-પુત્રને ત્રણ વખત રોકાઈને થાક ખાવો પડ્યો છે જે સંઘર્ષ અને રાજકોટની સિવિલ હોસ્પિટલની નિંભરતાની પરાકાષ્ઠા છે.

અન્ય સમાચારો પણ છે...