તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટારમાં પિતાએ ટ્રેક્ટર રીવર્સમાં લીધું ને દોઢ વર્ષનો પુત્ર કચડાઈ ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મૃતક બાળકની માતાએ જ પતિ સામે  ફરિયાદ નોંધાવી

સુરત: ભટારમાં બાપના હાથે જ અકસ્માતે દોઢ વર્ષના દીકરાનું મોત નીપજ્યાની કરુણ ઘટના બની છે. ઘટનાની વિગતો મુજબ ભટાર ચાર રસ્તા ખાતે રહેતા રસૂલ કટારા ટ્રેક્ટર-ડ્રાઈવર છે. સોમવારે બપોરે ભટારના ઈંટવાળા કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર ટ્રોલીમાંથી રેતી ખાલી કરી રહ્યા હતા જ્યાં તેમનો દોઢ વર્ષીય પુત્ર અક્ષય પણ રમી રહ્યો હતો.દરમિયાન ટ્રેક્ટર-ડ્રાઈવર રસૂલે રેતી ખાલી કરતી વેળાએ ટ્રેક્ટરને રીવર્સમાં  લેતાં અકસ્માતે તેનો જ દોઢ વર્ષીય પુત્ર અક્ષય ટ્રોલીનાં પૈંડા નીચે આવી જઈ ચગદાઈ જતાં પિતાના હાથે જ પુત્ર મોતને ભેટ્યો હતો.

ટ્રેકટર નીચે આવી ગયો એ તેના પિતાને ખ્યાલ જ ન આવ્યો

ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ માસૂમ અક્ષય ટ્રેક્ટરથી દૂર રમી રહ્યો હતો પણ ક્યારે ટ્રેકટર નીચે આવી ગયો એ તેના પિતાને ખ્યાલ જ ન આવ્યો. પરિવાર 6 મહિના પહેલા જ મધ્ય  પ્રદેશથી સુરત આવ્યો હતો અને ભટારમાં જ રહી કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ઘટના અંગે બાળકની માતાએ જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો