તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીસીએની પરીક્ષા આપવા જતી પુત્રીને રસ્તામાં રોકી પિતાએ ફટકારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણમાં સપોર્ટ કરતી માતા પર પણ ગુસ્સો ઊતાર્યો,અંતે ભૂલ સમજાઇ
 • આખરે અભયમની મદદ લેવાઇ
વડોદરા: તિલકવાડાની આદિવાસી યુવતીને પિતાએ બીસીએની પરિક્ષા આપવા જવા માટે ના પાડી દીધા બાદ માતા પુત્રીને લઇને પરીક્ષા આપવા નિકળી ગઇ હતી પણ રસ્તામાં તેના પિતાએ બંનેને રોકી લીધી હતી અને ઝઘડો કરી મારઝૂડ કરી હતી. ગભરાયેલી માતાએ આ મામલે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરતાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી લાંબી કવાયત બાદ પિતાને સમજાવ્યા હતા.

તિલકવાડા પંથકની સુનિતા (નામ બદલ્યું છે) નામની યુવતી બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ ઓપન યુનિવર્સિટીમાંથી કરતી હતી. હાલ તેની પરીક્ષા ચાલી રહી છે અને 3 પેપર ઓલરેડી આપી ચૂકી હતી. જોકે સોમવારે ચોથું પેપર હોવાથી યુવતીને પરીક્ષા આપવા જવું હતું પણ તેના પિતાએ પરીક્ષા આપવા જવા દીધી ન હતી અને ઘરમાં રહીને કામ કરો તેમ જણાવી દીધું હતું. 

જોકે સુનિતાને કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવું હોવાથી તેની માતાએ સુનિતાને સપોર્ટ કર્યો હતો અને પોતાના પતિની જાણ બહાર પુત્રી સુનિતાને લઇને પરીક્ષા આપવા નીકળી ગઇ હતી. માતા-પુત્રી ગામના બસ સ્ટેન્ડ પર પહોંચ્યા જ હતાં ત્યાં તેનો પિતા પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેમણે પત્ની અને પુત્રીને જાહેરમાં જ ધમકાવી મારઝૂડ પણ કરી હતી.

પોતાના આદેશની અવગણના કરીને માતા -પુત્રી પરીક્ષા આપવા જતાં પિતા ગુસ્સે થઇ ગયા હતા. ઝઘડો ઉગ્ર થઇ જતાં ગભરાયેલી સુનિતાની માતાએ તુરત જ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરતાં નજીકની અભયમની રેસ્ક્યુ ટીમ પહોંચી હતી અને સુનિતાના પિતાને સમજાવ્યા હતા. બીસીએના છેલ્લા વર્ષમાં ભણતી સુનિતાને અભ્યાસના કારણે સારી રોજગારી મળશે અને તેનું ભવિષ્ય સારું રહેશે તેવી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

યુવતીનું ડભોઇમાં પરીક્ષા કેન્દ્ર હતું પણ પિતાએ રૂકાવટ અને મારઝૂડ કરતાં ગામના બસસ્ટેન્ડમાં જ લાંબો સમય વીતી ગયો હતો અને આખરે તેના પિતા માન્યા ત્યારે પરીક્ષા શરૂ થવાને માત્ર અડધો કલાક જ બાકી હતો, જેથી અભયમની ટીમ પોતાની રેસ્કયુવાનમાં જ સુનિતાને બેસાડીને ડભોઇ પરીક્ષા કેન્દ્ર સુધી લઇ ગઇ હતી. સુનિતાના હજુ 2 પેપર બાકી હોવાથી ભવિષ્યમાં તેના પિતા વિરોધ નહીં કરે તેવી ખાતરી પણ અભયમની ટીમે મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો