તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગરનું પરાળ સળગાવવાને બદલે તેની ગાંસડી બનાવી પશુના ચારા તરીકે વેચાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગરનો પાક લીધા બાદ રો-મટિરિયલ તરીકે બાકી વધતું ઘાસ કે જે પરાળ તરીકે ઓળખાય છે - Divya Bhaskar
ડાંગરનો પાક લીધા બાદ રો-મટિરિયલ તરીકે બાકી વધતું ઘાસ કે જે પરાળ તરીકે ઓળખાય છે
  • પ્રદૂષણ અટકાવવાનો નવો ઉપાય

સુરત: ડાંગરનો પાક લીધા બાદ રો-મટિરિયલ તરીકે બાકી વધતું ઘાસ કે જે પરાળ તરીકે ઓળખાય છે. આ પરાળને ખેડૂતો સળગાવી દેતા હોય છે. જેનાથી હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહેલી વાર ગાંસડી બનાવવાનું બેલ્ટ મશીન આવતાં પરાળના પુરિયા અેકઠા કરી તેમાંથી ગાંસડી બનાવીને ગુજરાતમાં જ નહી પરંતુ મુંબઈમાં પણ તેનું વેચાણ કરાઈ રહ્યુ છે. ખાસ કરીને ચીખલી, વલસાડ જેવા લોકલ વિસ્તારોમાં આ ઘાસને પશુપાલન માટે વાપરવામાં આવતા તેઓના વેપારી ખરીદી કરી જતાં હતા, પરંતુ પરાળને ત્યાં લઈ જવું બહુ મુશ્કેલ પડતું હતું.

 

15 ઓક્ટોમ્બર પછી ડાંગરની ખેતીની સિઝન પૂર્ણ

 

બેલ્ટ મશીનથી બનેલી ગાંસડી લઈ જવામાં સરળ રહેતા તેની માગણીમાં પણ વધારો થયો છે.  આ ગાંસડી સોરાષ્ટ્ર, મહેસાણા તેમજ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે મુંબઈના વેપારીઓએ પણ લેવાનુ શરૂ કર્યું છે.  સુરતની આસપાસના ગામોમાં 15 ઓક્ટોમ્બર પછી ડાંગરની ખેતીની સિઝન પૂર્ણ થતાં તેના પરાળમાંથી ગાંસડીઓ બનાવાઈ રહી છે. આ ઘાસ માટે વેપારીઓ એક એકર દીઠ 8થી 10 હજાર જેટલો ભાવ આપે છે, તેવું ખેડુત અગ્રણી જયેશ પટેલનું કહેવુ છે. તસવીરમાં ઓલપાડ તાલુકાના બરબોધાન ગામે મોટા પ્રમાણમાં ઘાંસડીનો જથ્થો નજરે પડે છે.   

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો