તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત વધુ એક ક્રિપ્ટો કરંસી કૌભાંડ: કરોડોનું BSS કોઇન કૌભાંડ ઝડપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીએસએસ કોઇન કૌભાંડના સૂત્રધારની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી  

સુરત: સુરત જાણે કે કોઇન કૌભાંડનું હબ બની ચૂક્યું હોય તેમ એક પછી એક કૌભાંડની ફરિયાદ નોંધાઇ રહી છે. અત્યાર સુધી ત્રણ ફરિયાદ નોંધાયા બાદ ચોથી ફરિયાદ નોંધાઇ છે. જેમાં બીએસએસ કોઇનના નામે કરોડોનું કૌભાંડ કરનારા પાંચ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમના સુરત પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકીનો ભોગ બનનારી 21 વ્યક્તિએ સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કર્યો છે. તેની સાથે થયેલી છેતરપિંડીનો આંક 1,64,53,800 થાય છે. સીઆઇડી ક્રાઇમે હાર્દિક જેન્તી ઝડફિયાની ધરપકડ કરી છે. જે સોફ્ટવેર એન્જિનિયર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

 

190ને બેંગકોક અને સિંગાપોરની ટૂર કરાવી 


બીએસએસ કોઇનમાં મોટી રકમ રોકનારા 190 મોટા રોકાણકારોને કંપનીએ કંપનીના ખર્ચે બેંગકોક અને સિંગાપોરની ટૂર કરાવી હતી. કંપનીએ કોઇનનો ભાવ 1 યુરોથી 8 યુરો સુધી પહોંચાડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો