તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં વર્ગખંડની ચાર દીવાલો પર વિદ્યાર્થીઓને ઉપયોગી આકર્ષિત ચિત્રની મદદથી શિક્ષણ આપવાનો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાત ઝોન, સાત માધ્યમની શાળાઓમાં પ્રોજેક્ટનો અમલ કરાયો
  • પાલિકાની પ્રાથમિક શાળાઓમાં જીવંત વર્ગખંડ નામે પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરાયો 

સુરત: બાળકો વર્ગખંડની ચાર દિવાલો ઉપર બારખડી, એકડા જેવા આકર્ષિત શિક્ષણને લગતા ચિત્રોની મદદથી જ્ઞાન મેળવી શકે તેવા ઉમદા હેતુથી સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 4માં જીવંત વર્ગખંડ નામે પાઇલોટ પ્રોજ્કેટ શરૂ કરવામાં આવ્યો છે. ઘરની ચાર દિવાલો અને વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે ફરક હોઇ છે. બાળક ઘરેથી આવતા જતા રસ્તામાં જોવા મળતા સ્થાન, સ્થિતિ તેમજ પરિસ્થિતિ જોઇને પણ શીખે છે. વર્ગખંડમાં બાળક દૈનિક જાઇ છે ત્યારે બાળકની વર્ગખંડની દિવાલો પર અવારનવાર નજર પડતી હોઇ છે.

 

જેથી વર્ગખંડની દિવાલો પર જ અભ્યાસમાં ઉપયોગી લખાણ સાથેના આકર્ષિત ચિત્ર તૈયાર કરી શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ જીવંત વર્ગખંડ નામે પાઇલેટ પ્રોજ્કેટથી હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજ્કેટ પાછળ વર્ગખંડદીઠ  2500ના ખર્ચનો અંદાજ જ છે. જે સર્વ શિક્ષા અભ્યાનની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે  હાલમાં પ્રાયોગિક ધોરણે સાત ઝોનમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી, અંગ્રેજી, તેલુગુ, ઉડિયા તમામ માધ્યમની એક-એક શાળામાં પ્રોજ્કેટ શરૂ કરાયો છે. જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી દિવસોમાં તબક્કાવાર તમામ સ્કૂલોમાં આ પ્રોજ્કેટનો અમલ કરવામાં આવશે.