ઉમેદવારોનો દિવસ / સવારથી બધાં એક્ટિવ, વોટિંગ બાદ નાસ્તો અને વિસ્તારનો રાઉન્ડ

All activists from the morning, after breakfast, breakfast and area round
X
All activists from the morning, after breakfast, breakfast and area round

divyabhaskar.com

Apr 24, 2019, 02:55 AM IST

સુરત:  આજે મતદાનના દિવસે ઉમેદવારો પણ વહેલી સવારે વોટિંગનો સિનારિયો જોવા નીકળી પડયા હતા. દરેકે વહેલી સવારે ભગવાનના આશીર્વાદ લઇ મતદારોની કેટલી કૃપા વરસી છે તેનો નજારો જોવા ઘરથી બહાર નીકળ્યા હતા. સુરત બેઠકના ઉમેદવાર દર્શના જરદોષ, અશોક પટેલ અને નવસારી બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ સવારના સત્રમાં જ મતદાન કરી વિવિધ મથકો પર ફર્યા હતા. જ્યાં ઉમેદવારોને કડવા અને આશ્ચર્ય પમાડે એવા અનુભવ પણ થયા હતા.
દર્શના જરદોષ: ‘આ વખતે સાંસદ બનો તો આ રસ્તો જરૂર બનાવજો’
ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ સાડા સાત વાગ્યાથી બુથ લેવલનું મોનિટરિંગ કરી ઝવેરી સ્કૂલમાં મતદાન કર્યું હતુ. ત્યારબાદ  ફેમિલી સાથ પહેલાં કમળ પછી જમણના તર્જ પર હળવો નાસ્તો કર્યો હતો. સાડા દસની આજુબાજુ તેઓએ કોટ વિસ્તારમાં ફરીને વોટિંગની સ્થિતિ અને મતદારોના મૂડને પારખવાનો પ્રયાસ કર્યો હતો. અનેક ગલીઓમા તેઓ ચાલીને ગયા હતા આ દરમિયાન ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ કોમેન્ટ પણ કરી હતી કે ફરી સાંસદ બનશો તો આ વખતે એક રસ્તો તો જરૂર બનાવજો.
1

અશોક અધેવાડ: કેસરિયા ખેસ ધારક મહિલાઓ સાથે ચકમક થઇ

અશોક અધેવાડ: કેસરિયા ખેસ ધારક મહિલાઓ સાથે ચકમક થઇ
:સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડ સવારમાં પોણા 8 વાગ્યે હીરા બાગ સર્કલ ખાતેની પી.પી. સવાણી બાળભવનમાં વોટિંગ કરીને મતદારોનો મિજાજ પારખવા નિકળી પડયા હતા. કતારગામ અને વરાછામાં ફર્યા બાદ તેઓ અડાજણ-રાંદેર તરફ ગયા હતા. કતારગામ ખાતેની ગજેરા સ્કૂલમાં આવેલાં મતદાન મથકમાં ગયા તો ત્યાં કેટલીક મહિલાઓ ભાજપનો કેસરિયો ખેસ પહેરીને આવી હતી. આ જોઇને અશોક અધેવાડ ભડક્યા હતાં અને મહિલા જોડે ચકમક પર ઉતરી આવ્યા હતા. 
2

સી.આર.પાટીલ: પોલિંગ ઓફિસરે સી.આર.ને પૂછયું, આપ કોણ છો?

સી.આર.પાટીલ: પોલિંગ ઓફિસરે સી.આર.ને પૂછયું, આપ કોણ છો?
નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલ સવારે 7 વાગ્યાની પરિવારના જ 20થી વધુ સભ્યો સાથે ચાલીને ભટાર રોડ સ્થિત ઉમા ભવન મતદાન મથકે પહોંચ્યા હતા. ઘરે જઇ કેરીનો રસ ખાઈ, એકલાં જ મતદાન મથકોની મુલાકાતે નિકળી પડયા હતા. એક મથકમાં તેઓ સામાન્ય વ્યક્તિની જેમ પ્રવેશ્યા જ્યાં ઓફિસર પણ તેમને ઓળખી શક્યા નહતા અને જેવા તેઓ મતદાન કુટિર નજીક પહોંચ્યા તો ઓફિસરે તેમને પુછયું હતુ કે તમે કોણ છો, ત્યારે સી.આર.એ ઓળખ આપી હતી.
3

ધર્મેશ પટેલ : લીંબુ સરબત-નાસ્તો કરીને ધર્મેશ પટેલ દિવસભર ફર્યા

ધર્મેશ પટેલ : લીંબુ સરબત-નાસ્તો કરીને ધર્મેશ પટેલ દિવસભર ફર્યા
નવસારી બેઠકના કોંગી ઉમેદવાર ધર્મેશ પટેલે મતદાનના દિવસે ભોજનની જગ્યાએ લીંબુ સરબત અને નાસ્તો ફાંકી મત વિસ્તારના 350 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.  ચા નાસ્તો કરી સવારે 7.05 કલાકે વિજલપોરના મતદાન મથકે પત્ની તરૂણાબેન સાથે મતદાન કર્યું અને તુરંત ત્યાંથી સીધા નવસારી હિરામેન્શન સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે જઈ દર્શન કર્યા હતા. દર્શન કરી ચીખલી અને ખેરગામ તાલુકાના અનેક ગામોનો બપોર સુધી પ્રવાસ કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી